Aravalli News/ અરવલ્લીમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવાર વિખેરાયો, પોલીસે 14 દિવસ બાદ નોંધી ફરિયાદ

દિવસના 10 ટકાના વ્યાજના ચક્રમાં પરિવાર હોમાયો હતો. સાબરકાંઠામાં પણ પરિવારે સામૂહિક કર્યો હતો.

Top Stories Gujarat

Aravalli News: અરવલ્લી (Aravalli)માં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવાર વિખેરાયો છે. બાયડ (Bayad)ના આંટીયાદેવમાં પતિ-પત્નીએ ગળેફાંસો ખાધો હતો. પોલીસે ઘટનાનાં 14 દિવસે પોલીસ ફરિયાદ નોંધી છે.

અરવલ્લીમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત (Mass Suicide) કર્યો હોવાનું સામે આવ્યું છે. બાયડના આંટીયાદેવમાં પતિ-પત્નીએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી દંપતીએ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાનાં મામલે 14 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધી છે. વીડિયો તેમજ પુરાવા મળતા સ્યુસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધી છે. અતુલ પટેલ અને બબાભાઇ ભરવાડ સામે ગુન્હો દાખલ કરાયો છે. દિવસના 10 ટકાના વ્યાજના ચક્રમાં પરિવાર હોમાયો હતો. સાબરકાંઠામાં પણ પરિવારે સામૂહિક કર્યો હતો.

આજે સુરત (Surat) જીલ્લાના કામરેજમાં ગળતેશ્વર તાપી નદીમાં મહિલા સહિત 2 પુરૂષોના નદીમાંથી મૃતદેહો કાઢતાં ચકચાર મચી ગઈ હતી. નદીમાં પડેલ 5 પૈકી 3 લોકોના ડૂબી જતાં મોત નિપજ્યા છે, તમામ મૃતક એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. ફાયરબ્રિગેડે 3 લોકોનાં મૃતદેહો પાણીમાંથી કાઢ્યા છે, તેમજ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ મોકલી તપાસ શરૂ કરી છે. મૃત્યુ પામેલ પતિ, પત્ની અને પુત્ર હોવાની પ્રાથમિક માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. પરિવાર દ્વારા સામુહિક આત્મહત્યા કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મૃતકોમાં પ્રજાપતિ વિપુલ રાવજીભાઈ, સરિતા વિપુલભાઇ, પુત્ર વ્રજ વિપુલભાઈ પ્રજાપતિનું પણ પાણીમાં ડૂબતા મોત થયું છે. ત્રણેય મૃતકો જેકેપી નગર, સિંગાપોર, કતારગામના રહીશ હોવાની વિગતો મળી છે. પોલીસે સામૂહિક આપઘાત (Mass Suicide) મામલે તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પરિવારને શેરબજારમાં ઘણું નુકસાન થવાથી અંતિમ પગલું ભર્યુ હોવાની માહિતી મળી છે. થોડા દિવસ અગાઉ સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આત્મહત્યા (Mass Suicide)ના બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી. જેમાં પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર દવા ગટગટાવી હતી. પતિ પત્ની સહિત ત્રણ બાળકોએ દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગર પરિવારના પતિ-પત્નીના મોત બાદ 3 બાળકો સારવાર હેઠળ હતા. જેમાં આજે 2 બાળકોના મોત નિપજતાં સમગ્ર પરિવાર આઘાતમાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતનાં કામરેજમાં પરિવારનો સામૂહિક આપઘાત, 3નાં મૃતદેહો મળી આવ્યાં

આ પણ વાંચો:જામનગરના ધ્રોલમાં સામૂહિક આપઘાતથી મચી ચકચાર

આ પણ વાંચો:રાજકોટમાં જામકંડોરણામાં શ્રમિક કુટુંબની સામૂહિક આત્મહત્યા