Jamnagar News: જામનગર (Jamnagar)ના ધ્રોલ (Dhrol) તાલુકાના સુમરા ગામમાં એક પરિવારે સામૂહિક આપઘાત (Mass Suicide) કરતા ચકચાર મચી જવા પામી છે. માતાએ તેના ચાર બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા (Suicide) કરી લેતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.
જામનગર (Jamnagar) જીલ્લાનાં ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં 5 લોકોના સામૂહિક આપઘાતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. જોકે, માતાએ આ પગલું કેમ ભર્યું તે અંગે કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. અગાઉ રાજકોટમાં કુટુંબે સામૂહિક આપઘાત (Mass Suicide) કરતાં ચકચાર મચી ગઈ હતી. પરિવારનાં મૃતદેહ ઓટોરિક્ષામાંથી મળી આવ્યા હતા. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પતિપત્ની અને પુત્રએ આપઘાત કર્યો છે. મૃતકો પાસેથી ઝેરી દવાની બોટલ મળી આવી હતી.

વડોદરા (Vadodara)માં પણ આવો જ એક કિસ્સો બન્યો હતો. જેમાં કુટુંબના મોભીએ પોતે જ પત્ની, પિતા અને પુત્રને શેરડીના રસમાં ઝેર આપીને પોતે પણ શેરડીના રસમાં ઝેર પી લીધુ હતુ. તેમાં પત્ની અને પિતાના મોત (Death) થઈ ગયા હતા, તેમણે પોતે પણ ઝેર પી લીધું હતું. હોસ્પિટલના સત્તાવાળાઓએ તરત જ આ અંગે મકરપુરા પોલીસને જાણ કરતા તેણે તપાસ આદરી હતી. તેમાં ખબર પડી હતી કે ચેતન સોનીની પત્ની અને પિતાના પણ આ જ રીતે મોત થયા હતા, પરંતુ તેણે તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા.
પોલીસને શંકા જતા ચેતનભાઈને રાત્રે પોલીસ સ્ટેશને લઈ આવી હતી અને પૂછપરછ કરી હતી અને બીજા દિવસે તેમના ઘરે લઈ ગઈ હતી. પોલીસને ચેતનભાઈના બોલવા પરતી જ શંકા ગઈ હતી કે તેમણે કુટુંબીજનોને ઝેર પીવડાવી દીધું હોઈ શકે. તેથી પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ચેતનભાઈએ બીજા રૂમમાં જઈ પોતે પણ ઝેરી દવા ગટગટાવી દીધી હતી. તેના પગલે તેમને પણ ઉલ્ટી થતાં પોલીસે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
આ પણ વાંચો:પંચમહાલના મોરવા હડફમાં સામૂહિક આપઘાતનો બનાવ
આ પણ વાંચો:રાજકોટમાં સામૂહિક આપઘાત, પતિપત્ની અને પુત્રની એકસાથે આત્મહત્યા
આ પણ વાંચો:બનાસકાંઠામાં પરિવારે કર્યો સામૂહિક આપઘાત, એક જ પરિવારના ચાર સભ્યોના મોત
