Surat News/ સુરતની મહિલા લગ્ન માટે તાબે ન થતા જાસૂસી કરાવી બદનામ કરનારા પાટણના તરૂણ સામે ગુનો નોંધાતા ચકચાર

પાટણના તરૂણ બ્રહ્મભટ્ટે મહિલાની જાસૂસી કરાવી

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં એક મહિલાને લગ્ન માટે દબાણ મામલે અવનવા પેંતરા કરીને મહિલાનું જીવન દોહ્લ્યુ કરી નાંખવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મહિલા તાબે ન થતા પાટણના આરોપી તરૂણ બ્રહ્મભટ્ટે આ મહિલાની જાસૂસી કરાવીને તમામ હદો પાર કરી નાંખી હતી. અંતે મહિલાએ હારી કંટાળીને આરોપી બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી સામે બે પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની વિગત મુજબ સુરતમાં મહિલાને લગ્ન માટે દબાણ કરવા પાટણના તરૂણ બ્રહ્મભટ્ટે એવા પેંતરા કર્યા હતા કે તમે પણ જાણીને ચોંકી જશો. પાટણના આ તરૂણે મહિલાને વશમાં કરવા માટે તેણે મહિલાની જાસૂસી કરાવવાનું શરૂ કર્યું હતું. ફિલ્મી સ્ટોરી જેવા આ બનાવમાં આરોપી તરૂણે મહિલા જ્ંયા પણ જાય ત્યાંની માહિતી એકઠી કરવાનો ખતરનાક ખેલ શરૂ કર્યો હતો. મહિલા જ્યાં પણ જાય તેના ફોટોગ્રાફ તે આ મહિલાને મોકલવા લાગ્યો હતો. તેમછત્તા મહિલાએ મચક આપી ન હતી. પોતાની વાત યેનકેન પ્રકારે મનાવવા માટે તરૂણ બ્રહ્મભટ્ટ એવી હરકતો કરવા લાગ્યો હતો કે તેને એ ભાન ન રહ્યું કે તેની સામે કેટલા અને કેવા પ્રકારના ગુના નોંધાશે.

મહિલા પાછળ અંધ બનેલા તરૂણે તેને તાબે કરવા માટે અંતે ન કરવાનું કરી નાંખ્યું હતું. સડકછાપ, લુખ્ખા તત્વ અને ટપોરી ટાઈપના તરૂણે આ મહિલાના સગા સંબંધીઓને ફમ મહિલાના જાસૂસી કરીને પાડેલા ફોટા મોકલી દીધાહતા. એટલું જ નહી મહિલાના ચારિત્ર્ય સંદર્ભના મેસેજ પણ સગા સંબંધીઓને મોકલી દીધા હતા.જેને પગલે બે અઠવાડિયા પહેલા જ કંટાળીને મહિલાએ તરૂણ બ્રહ્મભટ્ટ સામે એફઆઈઆર દાખલ કરાવી હતી.
એફઆઈઆર થવા છતા આરોપી તરૂણ લાજવાને બદલે વધુ ગાજ્યો હતો.

હાર્યો જુગારી બમણુ રમે એ દાવ પણ ભાન ભુલેલા આરોપી તરૂણે ખેલી નાંખ્યો હતો. તેણે એક પ્રાઈવેટ ડિટેક્ટિવ રોકી લીધો હતો. આ ખાનગી જાસૂસની મદદથી તરૂણ બ્રહ્મભટ્ટે મહિલાની તચમામ હિલચાલ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહી ખાનગી જાસૂસ દ્વારા તમામ માહિતી એકઠી કરવાનું પણ શરૂ કર્યું હતું.જોકે તરૂણ બ્રહ્મભટ્ટની નસે નસ ઓળકી ગયેલી મહિલાએ પણ તેને મચક ન આપવાનું જાણે નક્કી કરી લીધું હતું. અંતે મહિલાએ તરૂણના આ ખાનગી જાસૂસને રંગેહાથ ઝડપી લીધો હતો. કૂતરાની પૂંછડીને જમીનમાં દાટી દો તો પણ તે વાંકીને વાંકી એ કહેવતને ચરિતાર્થ કરતો હોય તેમ આરોપી તરૂણ વધુ વિફર્યો હતો. તેણે મહિલાને લગ્ન ની કરે તો હજી પણ બદનામ કરવાની ધમકી આપી હતી. જેને પગલે મહિલાએ તરૂણ સામે વધુ એક ફરિયાદ નોંધાવી હતી.

આરોપી તરૂણની નફ્ફટાઈ અને ગુનાહિત માનસનો અંદાજ તમે હવે જે થવાનું છે તેનાપરથી આવશે. બદમાશ તરૂમ બ્રહ્મભટ્ટે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીદો હતો. જેમાં તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોતે પોલીસ ઈન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી હતી. પીઆઈ તરીકેની ઓળખ આપીને તરૂણે મહિલાને ઘરે પોલીસ પણ મોકલાવી હતી. જોકે બહાદુર મહિલાએ તેને કોઈ મચક આપી ન હતી.
અંતે તરૂણ બ્રહ્મભટ્ટ સામે કતારગામ અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાં કુલ 3 ફરિયાદ દાખલ થતા પોલીસે આ ગંભીર ગુનાની તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે વિગતે જોઈએ તો આ ડિવોર્સી મહીલાની,મહીલા સાયકો પ્રેમી ના જાળ મા ભેરવાઈ ગઈ હતી, પહેલાં મહીલા એ યુવક સાથે લગ્નની વાત કરી અને પછી યુવક ના સાયકો સ્વભાવનું ભાંન થતાં.યુવતીએ લગ્નની ના પાડી દીધી હતી જે બાદ માથા ભારે યુવક એ યુવતી ને ભારે હેરાન પરેશાન કરી નાખી જેનાથી આંખો મામલો પોલીસ મથકે એક નહિ પરંતુ ત્રણ વાર પહોંચ્યો હતો..

મહીલા ને પરેશાન કરતા પાટણ ના તરુણ સામે છેડતીની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ મા ડિવોર્સી મહીલા એ જણાવ્યુ હતું કે પાગલ પ્રેમી તેણી ને રોજના 200 કોલ કરી હેરાન કરતો વારંવાર નંબર બદલતો જેથી તેણી એ માથા ફરેલા સાયકો પ્રેમીથી છુટકારો મેળવવા માટે પોલીસ ફરિયાદ કરી પંરતુ હદ તો ત્યાં થઈ ગઈ કે ફરિયાદ નોંધાયા બાદ પણ પાટણ નો તરૂણ બ્રહ્મભટ્ટ સબક શીખવાને બદલે યુવતીની પાછળ જ પડી ગયો,

અઠવાડિયા પહેલાં સાયકો પ્રેમી થી પરેશાન મહીલા સૌ પ્રથમ તો સુરતના સિંગણપોર પોલીસ મથકમાં પોતાની હકીકત દર્શાવી તેમ છતાં પોલીસે ડિવોર્સી મહીલા ની ફરિયાદ લીધી ન હતી. અંતે મહીલા એ સુરત પોલીસ કમિશનર ગહલૌ નો સંપર્ક કર્યો અને તે બાદ પોલીસે એક્શન લીધો..

સીઆઈડી ક્રાઇમના નકલી પીએસઆઈ તરુણ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે,પહેલાં તો મહીલા એ લગ્ન નું ના પાડતા તરુણે તેના પાછળ જાસૂસી કરવા માટે એજન્સી ના માણસો છોડી દીધા હતા,આ સમગ્ર મામલે ફરિયાદી મહીલા એ કહ્યું હતું કે અઠવાડિયા પહેલા જ સિંગણપોર પોલીસ મથકમાં પાટણ ના તરુણ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાની તપાસ હાલ ચાલુ છે, ત્યારે તરુણ બ્રહ્મભટ્ટ એ મયુર અને અજય નામના યુવકો મારી પાછળ જાસૂસી કરવા માટે છોડી દીધા હતા,

મહીલા જ્યાં પણ જતી ત્યાં તેની પાછળ બંને જાસૂસો પહોંચી જતા હતા. ડિવોર્સી મહીલા કોને મળે છે શું કરે છે અને ક્યાં જાય છે જેવી તેણી તમામ એક્ટિવિટી પર તે ધ્યાન રાખતા એટલું જ નહીં તેના ફોટાઓ પાડી તરુણને મોકલતા હતા. આ સાથે જ ડિવોર્સીનાં ઘરની આસપાસ પણ અનેકવાર બંને યુવકો જાણે રેકી કરતા મહીલા ની રાહ જોવા આટા ફેરા મારતા હતા, બંને જાસૂસો ડિવોર્સી મહીલાની સંમતિ વગર જ ફોટાઓ પાડી તેને પરેશાન કરતા તેમજ તરુણ આ બંને જાસૂસ યુવકોએ મોકલેલા ફોટાઓ ડિવોર્સી મહીલાને મોકલી તેણી ને માનસિક રીતે હેરાન પરેશાન કરતો હતો.

સાયકો પ્રેમી એ મહીલા ને હેરાન કરવા એક લાખ રૂપિયા આપીને તેની જાસૂસી કરાવવા એજન્સીઓ તેણી ના પાછળ લગાવી દીધી હતી,જે બાદ. મહીલા ના ફોટા પાડીને તેને રંજાડવામાં આવતી હતી.એટલુજ નહિ યુવતીના સબંધી તથા પરિવાર ના બાવીસ વર્ષીય પુત્રને પણ આ યુવાને હેરાન પરેશાન કરી દીધા હતા.

આશ્ચર્યની વાત તો એ છે કે એક મહિલા જોડે આટલી મોટી ઘટના થતી હોય તે હેરાન પરેશાન થતી હોય અને પોલીસ તેની ફરિયાદ ન લેય અને ત્યાર બાદ સમગ્ર મામલો પોલીસ કમિશનર પાસે પહોંચતો હોય ત્યારે વ્યહવારિક છે કે મહીલા ની ફરિયાદ નહીં લેનાર સિંગણપોર પીઆઈને પોલીસ કમિશનરે ખખડાવી આડે હાથ લીધા હતા,કારણ કે બારોટ સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશનર ગેહલૌતને સમગ્ર ઘટના ની જાણ થઈ ગઈ હતી.

મામલે ની ગંભીર જોતા ફરિયાદ દાખલ નહીં કરનાર પીઆઇ સામે પણ સુરત પોલીસ કમિશનરે ઇન્કવાયરી મૂકી હોવાનું જાણવા મળ્યું છે.

મહીલા જ્યારે સમાજના આગેવાન પાસે મદદ માંગવા ગઈ અને આગેવાનને ત્યાંથી તેણી ને પોલીસ પાસે મોકલી હતી ત્યારે આ બાબત ની જાણ પાટણ ના તરૂણ ને થઈ હતી જેથી તેણે મોડી રાતે બે વાગ્યે પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી હિરેન બારોટ બોલુ છું કહીને સમાજ ના આગવાનને ધમકાવયા હતા. જે બાદ ગભરાયેલા આગેવાન ઓએ ધમકી ભર્યા ફોન અંગે અમરોલી પોલીસ ને ફરિયાદ કરતા ફોન નંબર કોઇ પોલીસ અધિકારીનો નહી પરંતુ તે તરૂણ નો હોવાનું ખૂલ્યું હતુ. જે બાદ અમરોલી પોલીસે ત્રીજી ફરિયાદ દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ નો યુવક ડિવોર્સી મહિલાને અલગ અલગ નંબર પર્થી ફોન કોલ કરી પરેશાન કરતો જે બાદ તરુણના અનેક નંબરો મહીલા એ બ્લોક કર્યા હતા છતાં તે અન્ય નવા અને અલગ અલગ નંબરો પરથી બિભત્સ મેસેજ કરી તેણી ને હેરાન પરેશાન કરતો હતો. ઉપરાંત તેણીના સબંધી તેના લંડનર્મા રહેતા ભાઈ અને ભાભી તથા તેણી ની માતાને તેના ચારિત્ર વિશે મેસેજ કરી લગ્ન કરવા માનસિક ત્રાસ આપતો ,જો મહીલા લગ્ન નહીં કરે તો જીવતી નહિ રહેશે જેવી ધમકી આપતો, હદ તો ત્યાં ગઈ હતી જ્યારે તરુણ એ એક સુસાઇડ નોટ લખી અને તેને ડિવોર્સી મહિલા અને તેના સગા સબંધીઓને મોકલી દીધી,

સમાજના એક પ્રોગ્રામમાં સુરતની ડિવોર્સી મહિલા પાટણ ના તરુણને પસંદ આવી હતી. બાદમાં બંને એક બીજાના પરિવારને મળ્યા હતા.પરંતુ તરુણ ડિવોર્સી મહિલાના પરિવારને પસંદ આવ્યો ન હતો. તરુણ ડિવોર્સી મહિલાને એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો જેથી મહિલાને દબાણ કરવા લાગ્યો હતો. ડિવોર્સી મહિલાના પરિવારને બદનામ કરવા પોતે સીઆઇડી ક્રાઇમ ના પીએસઆઇ બની ને પોલીસને કોલ કરી ડિવોર્સી મહિલા ઘરે અને તેના દીકરાની ઓફિસે સુરત પોલીસને મોકલી પરેશાન કર્યા હતા, સમગ્ર ઘટના ને જોઈ કતારગામ અને સિંગણપોર પોલીસે છેડતી અને પોલીસને ગેર માર્ગે દોરવાના ગુનાઓ સાથે કેટલીક કલમો તરુણ પણ લગાવી છે..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના ડ્રગ્સ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર ‘વિપક્ષ ગૃહસભામાં પ્રશ્નો ઉપસ્થિત કરી શકયો નથી’”

આ પણ વાંચોઃગુજરાતમાં પાણી કરતાં વધુ દારૂ મળે છે… કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવા પર અમિત ચાવડાના મોટા આક્ષેપ

આ પણ વાંચોઃ‘ED કે CBI ઘરે નથી આવી’ સદભાવના દિવસ પર ઉદ્ધવઠાકરેનો કોંગ્રેસવાદ, રાજીવ ગાંધીની કરી પ્રશંસા