Ahmedabad News/ અમદાવાદમાં યુવતીને બ્લેકમેલ કર્યાની ફરિયાદ, બોયફ્રેન્ડે Instagram પાસવર્ડ લઈ અંગત વીડિયોનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ

અમદાવાદના ઘુમા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ બોયફ્રેન્ડ સામે અંગત વીડિયોનો દુરુપયોગ કરી બ્લેકમેલ (Instagram Blackmail Case) અને પૈસાની માંગણી કર્યાની ફરિયાદ નોંધાવી છે. બોપલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Instagram Blackmail Case: પ્રેમસંબંધમાં વિશ્વાસઘાત? યુવતીના અંગત વીડિયોનો દુરુપયોગ કરી પૈસા માંગ્યાનો આરોપ

Ahmedabad News: શહેરના ઘુમા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના બોયફ્રેન્ડ સામે ગંભીર આક્ષેપો સાથે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે આરોપીએ વિશ્વાસનો ગેરલાભ લઈને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો મેળવી અને બાદમાં અંગત વીડિયોનો ઉપયોગ કરીને તેને બ્લેકમેલ ( Instagram Blackmail Case) કરી હતી. ફરિયાદના આધારે બોપલ પોલીસે આરોપી કર્તવ્ય મણિયાર સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

Instagramનું એકાઉન્ટ ન ચાલતું હોવાનું કહી પાસવર્ડ માંગ્યો

ફરિયાદ મુજબ યુવતીના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા બોયફ્રેન્ડ કર્તવ્ય મણિયારે ફોન કરીને તેનું Instagram એકાઉન્ટ યોગ્ય રીતે કામ કરતું ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે યુવતી પાસેથી Instagram ID અને પાસવર્ડ માગ્યો હતો. યુવતીએ બોયફ્રેન્ડ પર વિશ્વાસ રાખીને તેને પોતાની એકાઉન્ટ વિગતો આપી હતી. બાદમાં એકાઉન્ટ અને Meta સંબંધિત ડેટા ટ્રાન્સફર અંગેનો મેસેજ મળતાં યુવતીને શંકા ગઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્યારબાદ આરોપીએ યુવતી સાથે વીડિયો કોલ કર્યો હતો અને તેની અંગત સ્થિતિનો વીડિયો રેકોર્ડ કર્યો હોવાનો આક્ષેપ છે.

Instagram Blackmail Case
Instagram Blackmail Case

અંગત વીડિયોના નામે બ્લેકમેલ કરવાનો આરોપ

યુવતીનો આરોપ છે કે વીડિયો પોતાની પાસે હોવાની વાત કહી આરોપીએ તેને ધમકાવવા ( Instagram Blackmail Case)નું શરૂ કર્યું હતું. વીડિયો જાહેર કરવાની ધમકી આપીને તેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીએ દર મહિને રૂપિયા 10 હજાર આપવાની માંગણી કરી હોવાનો પણ યુવતીનો આક્ષેપ છે. ભયના કારણે યુવતીએ આરોપીને રૂપિયા 4 હજાર ટ્રાન્સફર કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Instagram Blackmail Case
Instagram Blackmail Case

યુવતીને ઈજા પહોંચાડવા દબાણ કર્યાનો આક્ષેપ

ફરિયાદમાં યુવતીએ વધુ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે આરોપીએ તેના પર પોતાના નામના પ્રથમ અક્ષરને પગ પર કાતરથી લખવા માટે દબાણ કર્યું હતું. આ ઘટનામાં યુવતીને ઈજા થઈ હોવાનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત યુવતીના ચહેરાને બ્લર કરીને તેના જ Instagram એકાઉન્ટ પરથી વાંધાજનક લખાણ સાથે ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. અન્ય એક Instagram સ્ટોરી દ્વારા પણ તેને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

 યુવતીને અન્ય સંબંધોથી દૂર રહેવા દબાણ કર્યાનો આક્ષેપ

ફરિયાદ મુજબ આરોપી યુવતી પર અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ ન રાખવા માટે પણ દબાણ કરતો હતો. આ પ્રકારના કથિત વર્તનથી યુવતી માનસિક રીતે પરેશાન થઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતા યુવતીના મિત્રોએ આરોપીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીએ આરોપીને બ્લોક પણ કર્યો હતો. યુવતીના પરિવારજનોએ પણ આરોપીના પરિવાર સાથે વાતચીત કરી હતી, પરંતુ મામલો ઉકેલાયો ન હતો.

Instagram Blackmail Case
Instagram Blackmail Case

બોપલ પોલીસમાં ફરિયાદ, આરોપીની શોધખોળ શરૂ

અંતે યુવતીએ સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી કર્તવ્ય મણિયાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં કરાયેલા આક્ષેપો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, કથિત ટ્રાન્ઝેક્શન અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો અને આક્ષેપોની હકીકત સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:બોયફ્રેન્ડ મને 12 વર્ષથી બ્લેકમેલ કરતો હતો… ગર્લફ્રેન્ડે રેસ્ટોરન્ટમાં મળવાનું બહાનું કરીને બનાવ્યું મોટું કૌભાંડ

આ પણ વાંચો:બર્થડે મનાવવા કેફેમાં આવી હતી ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડે બનાવ્યો પ્રાઈવેટ વીડિયો અને પછી કર્યું આવું કાંડ

આ પણ વાંચો:મિત્રતા, પ્રેમ, સેક્સ… ફરી ગંદી રમત, બેંગલુરુમાં પત્ની અને ગર્લફ્રેન્ડની અદલાબદલી કરનાર જૂથનો પર્દાફાશ