Not Set/ કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલનો વડોદરામાં રોડ શો, અમિષા પટેલ રહી હાજર

લોકસભાની ચૂંટણીમાં પ્રચારનાં પડઘમ આજે સાંજે 6 વાગ્યે શાંત થશે ત્યારે અંતિમ દિવસે વડોદરા કોંગ્રેસનાં ઉમેદવારે ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. કોંગ્રેસનાં ઉમેદવાર પ્રશાંત પટેલનાં સમર્થનમાં ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ વડોદરા આવી હતી. પ્રશાંત પટેલનો રોડ શો રાજમહેલ રોડથી શરૂ થયો હતો. જે સયાજીગંજ સરદાર વલ્લભભાઇ પટેલ સર્કલ પાસે પુરો થયો હતો. રોડ શોમાં અમીષા પટેલને […]

Gujarat

લોકસભાની ચૂંટણીમાં પ્રચારનાં પડઘમ આજે સાંજે 6 વાગ્યે શાંત થશે ત્યારે અંતિમ દિવસે વડોદરા કોંગ્રેસનાં ઉમેદવારે ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. કોંગ્રેસનાં ઉમેદવાર પ્રશાંત પટેલનાં સમર્થનમાં ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ વડોદરા આવી હતી. પ્રશાંત પટેલનો રોડ શો રાજમહેલ રોડથી શરૂ થયો હતો. જે સયાજીગંજ સરદાર વલ્લભભાઇ પટેલ સર્કલ પાસે પુરો થયો હતો. રોડ શોમાં અમીષા પટેલને જોવા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને લોકો જોડાયા હતાં. પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસનાં ઉમેદવારે અડધા વડોદરામાં રોડ શો કર્યો હતો. રોડ શોમાં પ્રશાંત પટેલનાં કટઆઉટસ, બેનર અને પોસ્ટર લઇ કોંગ્રેસનાં કાર્યકરો જોડાયા હતાં. કોંગ્રેસનાં ઉમેદવાર માટે પ્રચાર કરવા આવેલી અભિનેત્રી અમીષા પટેલે કહ્યું કે “પ્રશાંત પટેલ સાથે મારા પારિવારીક સંબધ છે. વડોદરાનાં મતદારો પરિવર્તન માટે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરે.”