Ahmedabad News/ અમદાવાદની સેન્ટ માર્ક સ્કૂલે DEOની નોટિસનો કર્યો ઉલાળિયો

અમદાવાદની સેન્ટ માર્ક સ્કૂલ (School) માં ફરજિયાત સ્વેટર મુદ્દે વિવાદ. DEOની નોટિસ છતાં શાળાની મનમાની યથાવત, NSUI દ્વારા ફરી વિરોધ.

Gujarat Ahmedabad Trending
School

Ahmedabad School News :અમદાવાદ શહેરની સેન્ટ માર્ક સ્કૂલ (School) દ્વારા સ્વેટર મુદ્દે વાલીઓ પર કરવામાં આવતું દબાણ હજુ પણ યથાવત રહેતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા અગાઉ પાઠવવામાં આવેલી નોટિસ છતાં શાળાએ કોઈ અસરકારક પગલાં ન લેતાં વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્વેટર મુદ્દે શાળા (School)નું વાલીઓ પર દબાણ

વાલીઓએ જણાવ્યું છે કે શાળા (School) દ્વારા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત સ્વેટર ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સ્વેટર શાળા દ્વારા નિર્ધારિત કરેલા સ્થળ પરથી જ લેવા માટે આગ્રહ રાખવામાં આવી રહ્યો હોવાનું આક્ષેપ છે. વાલીઓનું કહેવું છે કે એ જ પ્રકારનું સ્વેટર બજારમાં આશરે એક હજાર રૂપિયામાં સરળતાથી ઉપલબ્ધ છે, છતાં શાળા અન્ય વિકલ્પ સ્વીકારવા તૈયાર નથી.

School

શાળાએ DEOની નોટિસને કોઈ ગણકાર નથી આપી

આ મુદ્દે અગાઉ વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા શાળા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. NSUIના વિરોધ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સેન્ટ માર્ક સ્કૂલને નોટિસ પાઠવી હતી અને વાલીઓ પર દબાણ ન કરવા સૂચના આપી હતી. જોકે વાલીઓનો આક્ષેપ છે કે શાળાએ DEOની નોટિસને કોઈ ગણકાર નથી આપી અને મનમાની યથાવત રાખી છે.

ફરી એકવાર NSUIના કાર્યકરો મેદાને ઉતર્યા

શાળાની આ નીતિ સામે આજે ફરી એકવાર NSUI ના કાર્યકરો મેદાને ઉતર્યા હતા. કાર્યકરોએ શાળા (School) પ્રશાસન સામે નારેબાજી કરી અને વાલીઓ પર થતા દબાણને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે શિક્ષણને વ્યવસાય બનાવી શાળા વાલીઓ પાસેથી ગેરરીતે નાણાં ઉઘરાવી રહી છે. આ સમગ્ર મામલે હવે વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનોની નજર DEO કચેરી પર ટકેલી છે.

ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાઓ દ્વારા યુનિફોર્મ અને અન્ય શૈક્ષણિક સામગ્રીના નામે વાલીઓ પર વધારાનો બોજો મૂકવાના કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે, પરંતુ સેન્ટ માર્ક સ્કૂલનો આ મામલો હવે શિક્ષણ તંત્ર માટે કસોટીરૂપ બન્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં દિલધડક અકસ્માત, 20 વર્ષીય યુવક મોતના મુખેથી પરત

આ પણ વાંચો: માઉન્ટ આબુ : અમદાવાદની લક્ઝરી બસ પલટી, 24થી વધુ મુસાફરો ઘાયલ

આ પણ વાંચો: ધુમ્મસમાં થતાં અકસ્માત અટકાવવા માટે NHAI ની નવી સૂચના