Ahmedabad News: ગરીબ દર્દીઓ માટેની પીએમજેએવાય યોજના ખાનગી હોસ્પિટલો માટે કમાઉ દીકરો બની ગઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેમા સરકાર પોતે જ કરોડો રૂપિયાની લ્હાણી કરી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવનારાઓને સરકારે સરકારી હોસ્પિટલ કરતાં છ ગણા વધુ નાણા ચૂકવ્યા છે.
PMJAY યોજના હેઠળ, ખાનગી હોસ્પિટલોને 2,884 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે માત્ર 506 કરોડ રૂપિયા સરકારી હોસ્પિટલોને ચૂકવવામાં આવ્યા હતા. PMJAY યોજના, જે ગરીબ દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે, તે ડોકટરો, ખાનગી હોસ્પિટલના માલિકો અને સંચાલકો માટે પૈસા કમાવવાની યોજના બની રહી છે.
તેનું કારણ એ છે કે PMJAY યોજના દ્વારા ગરીબ દર્દીઓની સારવારના નામે સરકાર પોતે જ ખાનગી હોસ્પિટલોને કરોડો રૂપિયા આપી રહી છે. PMJAY યોજના હેઠળ, રાજ્ય સરકારે ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલોને સરકારી હોસ્પિટલો કરતાં છ ગણા વધુ નાણાં આપ્યા છે, જેનાથી હોસ્પિટલના માલિક-મેનેજરો સમૃદ્ધ થયા છે. આરોગ્ય વિભાગ પોતે ખાનગી હોસ્પિટલોને પ્લેટફોર્મ પણ પૂરું પાડી રહ્યું છે.
2018 થી 2022 સુધીમાં રાજ્યની સરકારી હોસ્પિટલો કરતાં ખાનગી હોસ્પિટલોને છ ગણા વધુ નાણાં આપવામાં આવ્યા છે. PMJAY યોજના હેઠળ સરકારી હોસ્પિટલોને માત્ર રૂ. 509 કરોડ ચૂકવવામાં આવ્યા છે. ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલોને રૂ. 2,884 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકારના ખાનગી હોસ્પિટલો પર ચાર હાથ છે. ગરીબ દર્દીઓને ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલમાં સારી તબીબી સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આજે શંકાના દાયરામાં આવી છે કારણ કે ગરીબ દર્દીઓની સેવાના નામે ડોક્ટર-હોસ્પિટલના માલિકો ગેરરીતિ આચરતા હોય છે . ગરીબ દર્દીઓની સેવાના નામે પૈસા કમાવવા માટે અવનવા યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે.
કેન્દ્ર-રાજ્ય સરકાર પીએમજેએવાય યોજના હેઠળ કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, પરંતુ હોસ્પિટલના સંચાલકો અને આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી આ યોજનાની ઉચાપત કરવામાં આવી રહી છે. સવાલ એ છે કે લાખો અને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે, પરંતુ દર્દીની સારવાર કેવી રીતે થાય છે? કયા પ્રકારની સર્જિકલ પ્રક્રિયા કરવામાં આવી હતી? શું દર્દીને તબીબી ક્ષેત્રના નિયમો અનુસાર સારવાર આપવામાં આવી છે? હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલો દાવો કેટલો સાચો છે? આ બધું કોઈ જોશે નહીં.
આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ વહીવટદારો પાસેથી જંગી કમિશનના આધારે દાવાઓ પાસ કરે છે. આમ, ગરીબ દર્દીઓની સારવાર માટે કરોડો રૂપિયા આપવા છતાં આરોગ્ય વિભાગની બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે PMJYA યોજના ડોકટરો અને હોસ્પિટલ માલિકો માટે પૈસા કમાવવાની યોજના બની ગઈ છે.
આરોગ્ય અધિકારીઓ 5-10 ટકા કમિશન મેળવીને પણ લાખો કમાય છે, PMJYA યોજના હેઠળ દર્દીઓની સારવાર માટે કરોડો રૂપિયા હોસ્પિટલોને આપવામાં આવે છે. દર વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારો ગુજરાતના આરોગ્ય વિભાગને કરોડો રૂપિયાની ગ્રાન્ટ તરીકે ફાળવે છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે ત્યારે માત્ર 5-10 ટકા કમિશન ગણીએ તો પણ ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓને મફતમાં પાસ મળે છે. એટલું જ નહીં તેઓ લાખો રૂપિયા કમાય છે.
હાલમાં આરોગ્ય વિભાગે સમગ્ર દોષ ડોકટરો અને હોસ્પિટલ માલિકો પર ઢોળ્યો છે. ખરેખર, આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત વિના આ કૌભાંડ શક્ય બન્યું ન હોત. હવે જ્યારે કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે દરેક વ્યક્તિ શાહુકાર બની રહ્યો છે. આ વર્ષે આરોગ્ય વિભાગે PMJAY માટે 3,110 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ, ધોળકાના રૂપાલ ગામમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
આ પણ વાંચો:સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો 2 નહીં પરંતુ 5 લોકોના મોત,ખ્યાતિ હોસ્પિટલ કાંડમા મોટો ખુલાસો
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં પણ બોરીસણા જેવો જ કાંડ કર્યો
