Bharuch News : ભરૂચમાં ખેડૂતોએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. જેમાં શેરડી કટિંગ અટકાવતા ખેડૂતો રોષે ભરાયા હતાં.આ સમગ્ર મામલે ધ રૂદ્રપુરી સોસાયટીના સભાસદોએ વિરોધ નોંધાવ્યો હતો. સુગર ફેક્ટરીઓની દખલીગીરી થતા ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. ચલથાણ સુગર ફેક્ટરીમાં શેરડી કટિંગ કરવા માગ કરાઈ છે.
ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધણી કરેલ સભાસદોની શેરડી કટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ જો સુગર ફેકટરી શેરડી કટિંગ નહીં કરે તો Suicide કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
જ્યારે ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના ચેરમેન રાજુભાઇ વસાવાએ અન્ય સુગર ફેકટરીના ઈસારે આ કાપણી અટકાવી મજૂરોને હટાવી દીધા હોવાના આક્ષેપ કરી યોગ્ય નિરાકરણ કરવા માંગણી કરી છે.
