લુણાવાડા તાલુકાના આગરવાડા પાસે મહી નદી ઉપર બાલાસિનોરથી અમદાવાદ તરફ જતા રસ્તામાં આ બ્રિજ આવેલો છે. આ બ્રિજ ઉપરથી અવારનવાર પ્રેમી પંખીડા કે અન્ય અંગત કારણોસર લોકો બ્રિજ ઉપરથી મહીસાગર નદીમાં ઝંપલાવી મોતનો કૂદકો મારવા માટે પ્રખ્યાત હોય પરંતુ હાલમાં આ બ્રિજ ઉપર મોટા મોટા ભૂવાઓ પડવાને કારણે આ રસ્તા ઉપરથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર કડાણા ડેમનું પાણી છોડવાને કારણે હાડોદ બ્રિજ ડુબક બ્રિજ હોય તેને કારણે એ બ્રિજ ઉપર છેલ્લા બે દિવસથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને જિલ્લાની પ્રજાને અમદાવાદ કે ગાંધીનગર જવા માટે આ આગરવાડા પુલનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ આ પુલ પર પણ મોટા મોટા ભૂવાઓ પડવાને કારણે આ રસ્તો પણ બંધ કરી દેવામાં આવતા જિલ્લાની પ્રજાને ગોધરા કે લીમડીયા ચોકડી ડાયવર્ટ કરવા અને બાલાસિનોર દેવ ચોકડીથી આગરવાડા તરફ આવતા વાહનોને ડાયવર્ટ કરવા માટે કોઠંબા પોલીસ દ્વારા મહીસાગર જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી છે.
આ બ્રિજ ઉપર ગાબડું પડવાથી જિલ્લાની પ્રજાને આશરે 30 થી 40 કી.મી.નું અંતર વધારે કાપીને અમદાવાદ કે ગાંધીનગર જવું પડે તેમ હોવાથી આ પુલ ઉપર તંત્ર દ્વારા વહેલી તકે રીપેરીંગ કામગીરી કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી છે.
આ અંગે ગામ લોકો દ્વારા બાકી રહેલ કામ પૂર્ણ કરવા તેમજ સાઈડમાં જાળી નાખવાં માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે.પરંતુ જિલ્લા વહીવટી તંત્રનું પેટનું પાણી હાલતું નથી કે તંત્રની આંખો ખુલતી નથી.અને અવાર-નવાર આત્મહત્યાના બનાવોને લઈને આગરવાડા બ્રિજ જિલ્લામાં ખ્યાતનામ થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. ત્યારે આ બ્રિજ ઉપર બંને બાજુઓના છેડે અડકીને સંપૂર્ણપણે જાળી મૂકવામાં આવે અને પુલનું રીપેરીંગ કામ કરવામાં તેવી ઉગ્ર માંગણી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
