Rajkot News: રાજકોટમાં બેફામ કાર ચલાવવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. કાર ચાલક બેફામપણે બીઆરટી એસ રૂટમાં ગાડી હંકારી રહ્યો છે. બેફામ કાર ચલાવવાનો વિડીયો વાયરલ થતા નબીરાઓની દાદાગીરી ખુલ્લી પડી છે. પોલીસને પડકાર ફેક તો વધુ એક વીડિયો સામે આવ્યો છે. નબીરાઓની બસના રૂટ પર કારની રેસમાં માસૂમ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
રાજકોટમાં દોઢસો ફૂટ રીંગ રોડ પરની એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં નબીરાઓ ક્રેઝી ડ્રાઈવિંગ કરી રહ્યા છે. ઘનાઢ્ય નબીરાઓ બીઆરટીએસ ના રૂટ પર રેસ લગાવતા હોય તેમ સ્કોર્પિય અને મહિન્દ્રા કાર બેફામ રીતે હંકારી રહ્યા છે. ધનાઢય ઘરના નબીરાઓ બીઆરટીએસ રૂટ પર કારની રેસ લગાવી બીજા લોકોને હેરાન કરી રહ્યા છે. બસની રાહ જોતા મુસાફરો આવા નબીરાઓના કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવા નબીરાઓના ગાંડા શોખના કારણે નિર્દોષ લોકો મોત અથવા ગંભીર ઇજા પામતા હોય છે. વાયરલ થયેલ આ વીડિયો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવે છે. જો કે રાજકોટમાં રીંગ રોડ પર બેફામ કાર હંકાવનાર આ નબીરાઓનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ સીસીટીવીના આધારે નબીરાઓને ઝડપી લેવા શોધખોળ હાથધરી.

નોંધનીય છે કે રાજ્યમાં અકસ્માતો નિવારવા સરકાર પ્રયાસ કરી રહી હોવાના દાવા કરાય છે. પરંતુ આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. એકબાજુ ટ્રાફિને લઈને નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે. ટૂ -વ્હીલર ચલાવનાર ચાલકો હેલ્મેટ ના પહેરતા મોટો દંડ વસૂલવામાં આવે છે. ત્યારે ફોર વ્હીલર ચલાવનાર નબીરાઓ નિયમો નેવે મૂકીને ડ્રાઈવિંગનો ગાંડપણનો શોખ પૂરો કરવા બસના રૂટમાં ગાડી ચલાવા લાગ્યા છે. આવા નબીરાઓ પર કયારે લાગશે લગામ? રાજ્યમાં શું વધુ એક તથ્યકાંડની રાહ જોવાઈ રહી છે. સરકાર નબીરાઓની વગ સામે લાચાર બને છે તો શું આ ઘરના લોકો પોતાના સંતાનોને વારસમાં આવી સોગાત આપશે ?
આ પણ વાંચો: બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે રાજ્ય સરકારનો ‘કોકલિયર ઇમ્પ્લાન્ટ’ મામલે મોટો નિર્ણય
