Gandhinagar/ બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે રાજ્ય સરકારનો ‘કોકલિયર ઇમ્પ્લાન્ટ’ મામલે મોટો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે સંવેદનશીલ નિર્ણય કરાયો છે.

Top Stories Gandhinagar Gujarat
Cricket Tutorials YouTube Thumbnail 71 2 બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે રાજ્ય સરકારનો 'કોકલિયર ઇમ્પ્લાન્ટ' મામલે મોટો નિર્ણય

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે સંવેદનશીલ નિર્ણય કરાયો છે. ગુજરાત વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિયમ-૪૪ મુજબ આરોગ્ય વિષયક મહત્વની જાહેરાત કરી હતી. જે બાળકોનું સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય, તૂટી ગયું હોય, ખામી સર્જાઇ હોય કે બંધ પડી ગયું હોય જેવા કિસ્સાઓમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

બાળક જન્મજાત બોલવા/સાંભળવામાં અક્ષમ હોય તો ગભરાશો નહીં, આ ખામી થઇ શકે છે દૂર – News18 ગુજરાતી

વિનામૂલ્યે કરાશે આ સ્વાસ્થ્ય સેવા

અગાઉ જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલ હોય તેવા બાળકોને બીજી વખત ઇમ્પ્લાન્ટ પ્રોસસર બદલવા માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રકમના ૯૦ ટકા અને વાલી દ્વારા ૧૦ ટકા ફાળો આપવાનું નક્કી કરાયું હતું. પરંતુ રાજ્ય સરકારે બાળકો પ્રત્યે સંવેદના દાખવીને સંપૂર્ણપણે આ પ્રોસેસર બદલવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે બાળકોના માતા-પિતાને એક પણ રૂપિયાના ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં.

રાજ્યમાં હાલ રાજ્યમાં ૧૩૬૫ જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસસર કીટ બદલવા માટે Identify કરાયા છે . જે પૈકી ચાલુ વર્ષે ૭૦૦ જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ એક્ષ્ટર્નલ પ્રોસેસર બદલવાની તાકીદે જરૂરિયાત જણાઇ આવી છે. જેમાં એસેસમેન્ટ, ફીટીંગ અને મેપીંગ કેપેસીટીનો સમાવેશ થાય છે. એક બાળકદીઠ અંદાજીત રૂ. ૫ લાખનો ખર્ચ થશે. આમ અંદાજીત રૂ. ૩૫ કરોડના ખર્ચે આ તમામ બાળકોને નવીન પ્રોસેસરનો લાભ મળશે.

કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી: લાભો અને ગૂંચવણો

૩૧૬૩ બાળકોની કરાઈ સર્જરી

અત્રે નોંધનીય છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્યના ૩૧૬૩ જેટલા બાળકોની રૂ. ૨૨૧ કરોડના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આ સર્જરી કરાય છે જેનો અંદાજીત ખર્ચ રૂ. ૭ લાખ છે. આ ઇમ્પ્લાન્ટમાં વપરાતા પ્રોસેસર સમય જતા, ટેકનોલોજી એડવાન્સ થતા, અપગ્રેડ થતા, ટેકનોલોજી અપડેટ થતા કેટલાક કિસ્સામાં બદલવાની જરૂર રહે છે. વધુમાં કેટલાક કિસ્સામાં ખોવાઇ જાય, તૂટી જાવાના કારણે પણ બાળક પોતાની શ્રવણ શક્તિ ફરી ગુમાવી ન બેસે તે માટે આ તમામ બાળકોને નવીન પ્રોસેસરનો લાભ આપવાનો નિર્ણય કરાયો છે. એક વખત કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કર્યા બાદ બાળકને ૧૦૦ સ્પીચ થેરાપીના સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાય છે.

સુપર સ્પેશ્યાલિટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા આરોગ્ય કાર્યક્રમના તમામ બાળ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનું જવા આવવાનું મુસાફરી ભથ્થુ ,એસ.ટી. ના ભાવ મુજબ આપવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 2000 કરોડ રૂપિયાની સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો: ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત, ખેતરમાં વાહનોમાંથી ઝડપાયા દારૂનાં બોક્ષ