દારૂ ઝડપાયો/ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત, ખેતરમાં વાહનોમાંથી ઝડપાયા દારૂનાં બોક્ષ

ગેરકાયદેસરની પ્રવુતિઓએ ખુબ જ જોર પકડ્યું છે, એવામાં ભરૂચ પોલીસ અને તેમના સાથી મિત્રો દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અંને સાથે જ

Gujarat Others
પોલીસ

ગેરકાયદેસરની પ્રવુતિઓએ ખુબ જ જોર પકડ્યું છે, એવામાં ભરૂચ પોલીસ અને તેમના સાથી મિત્રો દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અંને સાથે જ જીલ્લામાં ચાલતી પ્રોહિબિશન/જુગારની અસામજીક પ્રવૃત્તિ સદંતર બંધ રહે તેવ હેતુસરથી એક નવું અભિયાન શરુ કર્યું છે. આ અભિયાન હેઠળ તેઓએ જિલ્લાનાં લીસ્ટેડ બુટલેગરોની તપાસ કરવી, ભૂતકાળમાં જ્યાં સફળ રેઇડ થઇ હોય તેવા સ્થળોનું ચેકિંગ કરવી જેવી પ્રવુતિઓ હાથ ધરી છે સાથે જ જિલ્લામાં નેશનલ તથા સ્ટેટ હાઇવે પસાર થતા હોવાથી વિદેશી દારૂની વાહતુક થવાની શકયતાઓને ધ્યાને લઇ હાઇવે ઉપર પેટ્રોલીંગ કરવાની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરી છે.

એટલું જ નહિ ત્યાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરએ આ તમામ સુચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી છે. જે પ્રોહિબિશનના જે પણ કેસો છે તેની તપાસ કરવાના સઘન પ્રયત્નો ચાલી રહ્યા છે. આ દરમિયાન એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. રાઠોડ તથા પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલીંગની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે.

એવામાં બાતમીને આધારે પોલીસે પ્રોહિબિશન બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પરીખ તથા દિવ્યેશકુમાર હરેશભાઈ કાલરીયા જે  ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા છે એટલું જ નહિ આ ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કામને તેમના જ એક સાથીદાર એ મદદ કરી રહી હતી. મળતી માહિતી અનુસાર આ ગેરકાયદેસર દારૂને એક ખેતરમાં સંતાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ જયારે કોઈ ડીલર મળે ત્યારે અલ્પેશ આ વિદેશી દારૂના ફેરા મારી તેને બીજા બુટલેગર પાસે પહોચાડવાનું કામ કરતો હતો. આ ઉપરાંત જયારે પોલીસને આ અંગે બાતમી મળી ત્યારે તેમને ત્યાં જઈ ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાં તેમને ખેતરમાં રેડ પાડતા આઇસરમા કેમિકલના કેરબાની વચ્ચે તથા બીજી ગાડીઓની અંદર સંતાડેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં બોક્ષ મળી ,આવ્યા હતા. આ સાથે જ પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે કુલ 145 બોટલો જપ્ત કરી જેની કીમત 6,70,920 નો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.



આ પણ વાંચો:Bullet Train/સાબરમતીમાં બુલેટ ટ્રેનનો ડેપો બનવાની તૈયારીમાં

આ પણ વાંચો:Metro/મેટ્રો ફેઝ-ટુની કામગીરીનું નિરીક્ષણ કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ

આ પણ વાંચો:Land scam/વિરમગામ નળકાંઠા જમીન કૌભાંડ મામલે ઝેઝરા ગામ ખાતે ખેડૂતની બેઠક યોજાઇ