Bullet Train/ સાબરમતીમાં બુલેટ ટ્રેનનો ડેપો બનવાની તૈયારીમાં

દેશમાં સૌથી પહેલી દોડનારી બુલેટ ટ્રેનનું સાબરમતી ખાતેનો બુલેટ ટ્રેનનો મોટો ડેપો બનવાની તૈયારીમાં છે.  આ ડેપો ગુજરાતીઓ માટે વધુ એક મોટી સિદ્ધિ સમાન છે. આ ડેપો ફક્ત અમદાવાદનો જ નહીં પણ દેશનો સૌપ્રથમ અને સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો હશે.

Top Stories Ahmedabad Gujarat
Sabarmati bullet train station સાબરમતીમાં બુલેટ ટ્રેનનો ડેપો બનવાની તૈયારીમાં

અમદાવાદઃ દેશમાં સૌથી પહેલી દોડનારી બુલેટ ટ્રેનનું સાબરમતી ખાતેનો બુલેટ ટ્રેનનો મોટો ડેપો બનવાની તૈયારીમાં છે.  આ ડેપો ગુજરાતીઓ માટે વધુ એક મોટી સિદ્ધિ સમાન છે. આ ડેપો ફક્ત અમદાવાદનો જ નહીં પણ દેશનો સૌપ્રથમ અને સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો હશે. ગુજરાત માટે આ બુલેટ ટ્રેન ડેપો એક મોટી સિદ્ધિ સમાન છે.

આના પગલે આગામી વર્ષોમાં અમદાવાદ ટ્રાન્સપોર્ટ હબ બનીને ઉભરી આવે તેમ મનાય છે. અમદાવાદ આમ પણ ફ્રેટ કોરિડોરના રૂટમાં છે. સાબરમતી વિસ્તારમાં બુલેટ ટ્રેન ડેપોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ બુલેટ ટ્રેન ડેપોમાં ખાસ સગવડો પણ હશે. આ બુલેટ ટ્રેન ડેપોમાં વીવીઆઇપી લોન્જ, વેઇટિંગ રૂમ તેમજ એસ્કેલેટર બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

સાબરમતી બુલેટ ટ્રેન ડેપોમાં એક જ કિલોમીટરના રુટમાં બુલેટ ટ્રેન, મેટ્રો અને બીઆરટીએસની સગવડ છે. ખાસ વાત એ છે કે બુલેટ ટ્રેન ડેપોને સત્યાગ્રહ થીમના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાત્રિના સમયે બુલેટ ટ્રેન ડેપો લાઇટિંગથી ઝળહળી ઉઠશે. આ બુલેટ ટ્રેન ડેપો આગામી ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમ માનવામાં આવે છે.

રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં સાબરમતી મલ્ટિમોડેલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે બનેલા દેશના સૌપ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વિડીયોનું અનાવરણ કર્યુ હતુ. કેન્દ્રીય પ્રધાન દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા આધુનિક સમયના સ્થાપત્યની ઝલક જોવા મળી હતી.

બુલેટ ટ્રેનનું આ અત્યાધુનિક ટર્મિનલ આધુનિક સગવડોથી સજ્જ હશે. આ ટ્રેન પ્રોજેક્ટ જાપાન સરકારની ટેકનિકલ અને નાણાકીય સહાયથી ચલાવાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ પ્રતિ કલાક 350 કિ.મી.ની મહત્તમ ડિઝાઇન સાથે લગભગ બે કલાકમાં દેશના બે ટોચના આર્થિક કેન્દ્રોને જોડે તેવી અપેક્ષા છે. આ પ્રોજેક્ટમાં ટનલ અને અંડરસીઝ સાથે કુલ 508 કિ.મી.ની લંબાઈની ડબલ લાઇનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિન્ઝો અબે દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. તેનો ખર્ચ 1,08,000 કરોડ છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ