Metro/ મેટ્રો ફેઝ-ટુની કામગીરીનું નિરીક્ષણ કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ

સીએમ ભુપેન્દ્ર પટેલે મેટ્રોની કામગીરીનું અચાનક જ નિરીક્ષણ હાથ ધર્યુ હતુ. તેમણે મેટ્રો રેલ્વે ફેઝ-ટુના મોટેરાથી ગાંધીનગરના રુટ પર સી-2 પ્રોજેક્ટના સાડા છ કિ.મી. મીટર માર્ગ પર નિર્માણાધીન રેલ્વે રૂટ અને સ્ટેશનની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

Gandhinagar Top Stories Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 4 1 મેટ્રો ફેઝ-ટુની કામગીરીનું નિરીક્ષણ કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ સીએમ ભુપેન્દ્ર પટેલે મેટ્રોની કામગીરીનું અચાનક જ નિરીક્ષણ હાથ ધર્યુ હતુ. તેમણે મેટ્રો રેલ્વે ફેઝ-ટુના મોટેરાથીગાંધીનગરના રુટ પર સી-2 પ્રોજેક્ટના સાડા છ કિ.મી. મીટર માર્ગ પર નિર્માણાધીન રેલ્વે રૂટ અને સ્ટેશનની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે મુખ્ય સચિવ રાજકુમાર હતા. તેમની જોડે મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન તથા સીએમના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા હતા. આ સિવાય મેટ્રો રેલ્વે કોર્પોરેશનના ચેરમેન તથા સીએમના સલાહકાર એસ એસ રાઠોડ તથા વરિષ્ઠ સચિવ પણ આ નિરીક્ષણ દરમિયાન તેમની સાથે હતા. સીએમે પોતે જાતતપાસ કરીને મેટ્રો ફેઝ-ટુના કામકાજની પ્રગતિની માહિતી મેળવી હતી.

CM Metro મેટ્રો ફેઝ-ટુની કામગીરીનું નિરીક્ષણ કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ

સીએમે આ રુટ પર ભાઇજીપુરાથી ચ (2) સુધીના ધોળાકુવા, રાંદેસર, ગિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં થતી નિર્માણ કામગીરીની પ્રગતિની જાત માહિતી સ્થળ મુલાકાત કરીને મેળવી હતી.

સીએમે તેના પછી વિસતથી નર્મદા કેનાલ થઈને કોબા સર્કલના રુટ પર થઈ રહેલી નિર્માણ કામગીરીની પણ નિરીક્ષમ કરી મુલાકાત લીધી હતી અને તેની ટેકનિકલ વિગતો મેળવી હતી. આગામી વર્ષે લોકસભા ચૂંટણી છે ત્યારે સરકાર ઘણા બધા વિકાસ કાર્યક્રમોને અંતિમ ઓપ આપવા આતુર છે. આ સંજોગોમાં મેટ્રોની કામગીરી પણ એક છે. સીએમે આશા વ્યક્ત કરી હતી કે મેટ્રો ફેઝ-ટુની કામગીરીના વિવિધ તબક્કા તેની નિયત સમયમર્યાદામાં પૂરા થાય. મેટ્રો ફેઝ-ટુમાં અમદાવાદ મેટ્રો ગાંધીનગર સાથે જોડાઈ જવાની છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ