Not Set/ કરતારપુર કોરિડોર/ 23 ઓક્ટોબરે પાકિસ્તાન-ભારત કરશે મહત્વ પૂર્ણ કરાર, માર્ગ થશે ખુલ્લો

કરતારપુર સાહેબ કોરિડોર કે જે લાખો શીખોની અનન્ય આસ્થાઓ સાથે જોડાયેલ છે. તે કરતારપુર કોરિડોર બની ચૂક્યો છે અને ભારત અને વિશ્વમાં જ્યારે જ્યારે આ વર્ષ ગુરૂ ગોંવિદ સાહેબની 550મી જન્મજ્યંતિને પ્રકાશ પ્રર્વ તરીકે મનાવી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના સૂત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે, આગામી 23 ઓક્ટોબરનાં રોજ પાકિસ્તાન કરતારપુર સાહિબ કોરિડોર […]

Top Stories India
kartarpur corridor4 કરતારપુર કોરિડોર/ 23 ઓક્ટોબરે પાકિસ્તાન-ભારત કરશે મહત્વ પૂર્ણ કરાર, માર્ગ થશે ખુલ્લો

કરતારપુર સાહેબ કોરિડોર કે જે લાખો શીખોની અનન્ય આસ્થાઓ સાથે જોડાયેલ છે. તે કરતારપુર કોરિડોર બની ચૂક્યો છે અને ભારત અને વિશ્વમાં જ્યારે જ્યારે આ વર્ષ ગુરૂ ગોંવિદ સાહેબની 550મી જન્મજ્યંતિને પ્રકાશ પ્રર્વ તરીકે મનાવી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના સૂત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે, આગામી 23 ઓક્ટોબરનાં રોજ પાકિસ્તાન કરતારપુર સાહિબ કોરિડોર પર કરાર પર હસ્તાક્ષર થવાની સંમતિ આપી દીધી છે.

યાત્રાળુઓ દ્વારા કરતારપુર સાહિબ ગુરુદ્વારા માટે વિઝા મુક્ત પ્રવેશની લાંબા સમયથી કરવામાં આવી રહેલી માંગને ધ્યાનમાં રાખીને અને કરતારપુર કોરિડોરના સંચાલનના હિતમાં, 12 નવેમ્બર પહેલા કરતારપુર સાહિબ કોરિડોર પરનાં કરાર પર સહી કરી આ માર્ગે યાત્રાળુ હશીખુશી કરતારપુર સાહેબ જઇ શકશે તેવી સરકાર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, કરતારપુર સાહેબ પાકિસ્તાનમાં આવેલું શીખ ધર્મનું અત્યંત મહત્વનું સ્થાન માનવામાં આવે છે. ગુરુ સાહેબ દ્વારા આ જગ્યા પર પોતાનાં જીવનનો મહત્વનો સમય પસાર કરવામાં આવ્યો હતો. બટવારા સમયે આ મહત્વ પૂર્ણ આસ્થા સ્થાન પાકિસ્તાનમાં જતું રહ્યું હોવાથી લાખો શીખ વર્ષોથી આ સ્થળનાં ભારત-પાકિસ્તાનની બોર્ડર પરથી દુરબીન મારફતે દર્શન કરવા મજબૂર હતા. ત્યારે ભારત અને પાકિસ્તાનની સરકાર દ્વારા શીખ શ્રધ્ધાળુઓની લાગણીને ધ્યાને લઇ કરતારપુર કોરિડોર વિકસાવવામાં આવ્યો છે, જેથી વિઝા વિના જ યાત્રાળુઓ પાકિસ્તાનનાં આ ભાગમાં દર્શન કરવા આસાનીથી જઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.