અમદાવાદ,
વીએસના ખાનગીકરણને લઇને કોંગ્રેસ પાર્ટી દેખાવો કરી રહી છે. ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આવતીકાલે પીએમ મોદી નવી બનેલી હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે તે પહેલા જ કોંગ્રેસ દ્વારા લાલદરવાજા પાસે આવેલ સરદારબાગમાં બેસણું કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા એએમસી અને ભાજપના સત્તાધિશોનું બેસણું કરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ મોટી સંખ્યામાં સફેદ કપડાં પહેરીને હાજર રહ્યા હતા. સાથો સાથ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ પણ હાજર રહ્યા હતા.