મુંબઈ,
દેશભરના મધ્યમ વર્ગના લાખો નોકરિયાત લોકોના પ્રોવિડન્ટ ફંડના નાણા ડૂબવાની કગાર પર આવી ગયા છે. પ્રોવિડન્ટ ફંડના નાણાનો આ આંકડો ૨૦ હજાર કરોડ રૂપિયા સુધી જઈ શકે છે.
નિષ્ણાંત લોકોના જણાવ્યા મુજબ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસ (IL&FS) અને તેની ગ્રુપ કપનીઓમાં પ્રોવિડન્ટ ફંડના ૧૫ થી ૨૦ હજાર કરોડ રૂપિયા લાગેલા છે અને આ તમામ રૂપિયો ડૂબવાની આશંકા છે. કારણ કે, આ કંપનીમાં બેંકો, મ્યુચ્યુઅલ ફંડ તેમજ અન્ય વેલ્થ સ્કીમો દ્વારા પ્રાપ્ત થયેલો છે.
IL & FS પર છે ૯૧,૦૦૦ હજાર કરોડ રૂપિયાનું દેવું
UBS એનાલિસ્ટ દ્વારા વિભિન્ન મુદ્દાઓ પર ધ્યાન રાખતા કહ્યું છે કે, ” IL & FSને લોન આપનારાઓને ૧૧,૩૦૦ કરોડ રૂપિયાથી લઈ ૨૮,૫૦૦ કરોડ રૂપિયા સુધીનો ચૂનો લાગી શકે છે.
બીજી બાજુ રેગ્યુલારિટી ફાઈલિંગના આંકડા મુજબ આ કંપની પર ૯૧ હજાર કરોડ રૂપિયાનું દેવું છે, જેમાં ૬૧ ટકા બેંક લોન જયારે ૩૩ % ડિબેન્ચર અને કોમર્શિયલ પેપરો દ્વારા લેવામાં આવેલા નાણા છે.
ઇકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ, ફંડ મેનેજરો દ્વારા વધુમાં વધુ પૈસા બોન્ડ તેમજ લોનના રૂપમાં કંપનીને આપવામાં આવ્યા છે. આ પૈસા તે સમયે આપવામાં આવ્યા હતા જયારે IL & FS કંપનીની હાલત સારી હતી અને આ કંપનીને એક સુરક્ષિત રોકાણ માટે ટ્રિપલ A રેટિંગ મળેલી હતી.
૪૦ ટકા રૂપિયો ડૂબવાની છે આશંકા
જોવામાં આવે તો, પહેલેથી જ દેવાદાર એવી IL & FS કંપનીમાં રોકાણકારોનો ૪૦ ટકા રૂપિયો પેન્શન તેમજ PF (પ્રોવિડન્ટ ફંડ)ના સ્વરૂપમાં જમા છે, જયારે બાકીની ૬૦ ટકા રકમ યસ બેંક, પંજાબ નેશનલ બેંક તેમજ બેંક ઓફ બરોડા દ્વારા લોનના રૂપમાં અપાયા હતા.