ammunition/ પીએમ મોદીની મુલાકાત પહેલા ગુજરાતમાંથી શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા ખળભળાટ

ગુજરાતમાં પહેલી અને બીજી મેના રોજ વડાપ્રધાનની મુલાકાત પહેલા અને સાતમી મેના રોજ લોકસભા ચૂંટણી પહેલા શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Beginners guide to 2024 04 26T092031.173 પીએમ મોદીની મુલાકાત પહેલા ગુજરાતમાંથી શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા ખળભળાટ

અમદાવાદઃ ગુજરાતમાં પહેલી અને બીજી મેના રોજ વડાપ્રધાનની મુલાકાત પહેલા અને સાતમી મેના રોજ લોકસભા ચૂંટણી પહેલા શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. ગુજરાત એટીએસે શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપ્યો હતો. શસ્ત્રોના મોટા જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાનો હતો તે જાણવા એટીએસ તપાસ કરી રહી છે. શસ્ત્રો ક્યાંથી લાવવામાં આવ્યા તે જાણવા એટેસે ચક્રો ગતિમાન કર્યા છે.

હથિયાર માફિયાઓ સામે ગુજરાત ATSએ ઓપરેશન હાથ ધર્યુ છે. ચૂંટણી વચ્ચે કુલ 25 પિસ્તોલ અને 90 કારતૂસ સાથે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હથિયારોની હેરાફેરીનું આ રેકેટ મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી ચાલી રહ્યુ હતુ. જેમા રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાંથી હથિયારો સાથે શસ્ત્ર માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે.

ATS ને બાતમી મળી હતી કે બસ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા મધ્ય પ્રદેશના જાંબુઆનો શિવમ નામનો ઈસમ ગેર કાયદેસર પિસ્ટલો તથા કારતૂસોનો જથ્થો લઈ અમદાવાદના નારોલ બ્રિજ નજીક ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઇસમને ડિલીવરી કરવા આવનાર છે. આ બાતમીના આધારે ATS ની ટીમો નારોલ વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને મળેલ બાતમીના વર્ણન મુજબની બે વ્યક્તિ દેખાતા તેઓને અટકાવી તલાશી લેતા શિવમ ઉર્ફે શિવા ઇન્દરસીંગ ડામોરની પાસેથી પિસ્ટલ નંગ-05 તથા પિસ્ટલના કારતૂસ નંગ-20 મળી આવ્યા હતા શિવમે કરેલ ખુલાસા બાદ ATS ની જુદી જુદી ટિમો બનાવી કરતા અમરેલી, રાજકોટ શહેર તેમજ સુરેન્દ્રનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જુદા જુદા સ્થળોએથી વધુ 20 પિસ્ટલો તથા 70 રાઉન્ડ કબ્જે કરી વધુ ચારને ઝડપી પાડ્યા હતા. હાલ ઝડપાયેલા તમામ 6 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, રિમાન્ડ દરમ્યાન મુખ્ય સૂત્રધાર શિવમ પાસેથી નીકળનારી વધુ માહિતીને આધારે ગુજરાતમાં વેચવામાં આવેલ અન્ય શસ્ત્રો તથા મધ્ય પ્રદેશના શસ્ત્ર વિક્રેતાઓના નામ બહાર આવવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની 26 બેઠકો માટે મતદાન છે અને વડાપ્રધાન મોદીની પહેલી અને બીજી મેના રોજની મુલાકાત પહેલા શસ્ત્રોનો જંગી જથ્થો પકડાયો છે. તેના લીધે પોલીસ ચોંકી ઉઠી છે અને તેણે આ કિસ્સાની સઘન તપાસ આદરી દીધી છે. આગામી સમયમાં આ તપાસમાં રાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાય તો આશ્ચર્ય નહીં થાય. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 26 બેઠકોની પ્રચાર  માટે ગુજરાતમાં આવવાના છે. તેના પૂર્વે જ શસ્ત્રોનો જંગી જથ્થો આ રીતે પકડાવ્યો તેણે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સાથે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને પણ દોડતી કરી દીધી છે.

આ મામલે એનઆઇએ પણ સક્રિય થઈ ગઈ હોવાનું સૂત્રો જાણવા મળે છે. આરોપી રાજ્યમાં કયા પ્રકારના કૃત્યોને અંજામ આપવા માંગતો હતો. શસ્ત્રોના આટલા મોટા જંગી જથ્થાની શાના માટે જરૂર પડી. ગુજરાતમાં આ જથ્થો ક્યાંથી આવ્યો તેની સઘન તપાસ આરંભી દેવાઈ છે. કેન્દ્રીય એજન્સીઓએ પણ ગુજરાત પોલીસનો સંપર્ક સાધેલો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉનાળાની ઋતુમાં સ્ટાઇલિશ અને આરામદાયક હેરસ્ટાઈલને અપનાવો

આ પણ વાંચો:ઓફિસમાં તણાવથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો આ ટિપ્સ ફોલો કરો

આ પણ વાંચો:આ બિમારીઓ માટે ફાયદાકારક છે વાસી રોટલી , જાણો તેના કેટલાક ફાયદા