Reopen/ શાળા અને કોલેજો જાન્યુઆરીથી ખોલવાના સંકેત, ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે પણ લેવાઈ શકે છે નિર્ણય

શાળા અને કોલેજો અંગે રાજ્ય સરકારનાં સૂત્રો પાસેથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે આ વર્ષના શૈક્ષણિક સત્રમાં સ્કૂલ શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવી શકે છે, કોરોના કંટ્રોલમાં

Top Stories Gujarat
deci

મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ:

સ્કુલ-કોલેજો અંગે મોટા સમાચાર
જાન્યુઆરી માસમાં શરૂ થઇ શકે છે સ્કુલ-કોલેજ
જાન્યુ.નાં પ્રથમ સપ્તાહમાં શરૂ થઇ શકે છે તમામ સ્કુલો
15મી જાન્યુ.થી શરૂ થઇ શકે છે તમામ કૉલેજો
રાજ્યની તમામ યુનિવર્સિટી પણ ધમધમતી કરવાનો વ્યૂહ
જાન્યુ.નાં મધ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય તેવા સંકેત
કોરોના કંટ્રોલમાં આવતા સરકાર કરી રહી છે વિચારણા
ધો.10-12ની પરીક્ષા અંગે પણ ટૂંકસમયમાં થઇ શકે છે નિર્ણય
અન્ય ધોરણોમાં માસ પ્રમોશન અંગે પણ થઇ શકે છે વિચારણા
કેબિનેટમાં રાજ્ય સરકાર લઇ શકે છે નિર્ણય
ટુંક સમયમાં સરકાર કરી શકે છે જાહેરાત

gujarat visit / રાષ્ટ્રપતિ કોવિંદ ફરીથી આવશે ગુજરાતની મુલાકાતે, આ સ્થાને કરશ…

શાળા અને કોલેજો અંગે રાજ્ય સરકારનાં સૂત્રો પાસેથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે આ વર્ષના શૈક્ષણિક સત્રમાં સ્કૂલ શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવી શકે છે, કોરોના કંટ્રોલમાં આવ્યા બાદ સરકાર આ અંગે નિર્ણય લેવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. જાન્યુઆરી મહિનાથી જ સ્કૂલો અને કોલેજો શરૂ કરવાનું સરકારનું આયોજન છે. એટલું જ નહીં પરંતુ બોર્ડ પરીક્ષા માટે જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થશે.શાળા અને કોલેજો ઉપરાંત યુનિવર્સિટીઓને પણ ધમધમતી કરવાની રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલયની વિચારણા છે.આ માટે કેબિનેટની અંદર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

કોરોના મહામારી અંતર્ગત સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવે તો કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી સ્થિતિની વચ્ચે સરકારને વારંવાર નિર્ણયો બદલવા પડ્યા છે. આ અગાઉ દિવાળી બાદ રાજ્ય સરકારે સ્કૂલોખોલવાનું આયોજન કર્યું હતું. પણ દિવાળી બાદ કોરોના સંક્રમણ વધતા સ્કૂલો ખોલવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. આગામી સપ્તાહમાં સમયમાં 9 થી 12 ની પરીક્ષાને લઈને સરકાર જાહેરાત કરી શકે છે. તેમજ કોલેજો ખોલવા માટે પણ 15મી જાન્યુઆરી બાદ નિર્ણય લેવામાં આવી શકે છે.

#CoronaUpdate / દેશમાં કોરોનાથી ઠીક થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ, છેલ્…

મંતવ્ય ન્યૂઝ  જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…