Rajkot Fire Tragedy/ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં રાહુલ રાઠોડ પકડાયો

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. રાહુલ રાઠોડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં વહેલી સવારે હાજર થઈ ગયો હતો. રાજકોટ અગ્નિકાંડમાં રાહુલ રાઠોડ નામના ભાગીદારની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી થઈ રહી હતી.

Gujarat Top Stories Rajkot Trending Breaking News
Beginners guide to 87 1 રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં રાહુલ રાઠોડ પકડાયો

રાજકોટઃ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં (Rajkot Gaming Zone) વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના રાહુલ રાઠોડ (Rahul Rathod)ની ધરપકડ કરવામાં આવી છે. રાહુલ રાઠોડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં વહેલી સવારે હાજર થઈ ગયો હતો. રાજકોટ અગ્નિકાંડમાં રાહુલ રાઠોડ નામના ભાગીદારની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી થઈ રહી હતી.

રાજકોટ અગ્નિકાંડ સર્જાવવાનું કારણ જ વેલ્ડિંગની કામગીરીમાં બેદરકારી હતી. વેલ્ડિંગની કામગીરીમાં તણખો જ્વલનશીન પદાર્થ પર પડ્યો. તેના પગલે આ જ્વલનશીલ પદાર્થે આગ પકડી લીધી હતી. આ આગ પેટ્રોલ અને ડીઝલના જંગી જથ્થા સુધી પહોંચી અને પળવારમાં ગેમિંગ ઝોન ખાખ થઈ ગયો હતો.

રાહુલ રાઠોડની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી થઇ રહી હતી. રાહુલ રાઠોડ મૂળ ગોંડલનો રહેવાસી છે અને IC એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે. 2017માં GTUમાંથી IC એન્જિનિયર બન્યો. અહીં નોંધનીય છે કે, કુલ સાત લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી ત્રણ લોકો ઝડપાયા છે.

TRP ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન છે. જે મૂળ રાજસ્થાનનો વતની હોવાની માહિતી મળી છે. યુવરાજસિંહ TRP ગેમ ઝોનનો માલિક છે. તે એ એક લાખ રૂપિયા પગાર લે છે અને ધંધામાં 15 ટકા ભાગીદારી પણ ધરાવે છે. યુવરાજસિંહના પિતા હરીશસિંહ જૂનાં વાહનનોની લે-વેચનો ધંધો કરે છે.

TRP ગેમ ઝોનના માલિક કહો કે સંચાલક માત્ર યુવરાજસિંહ સોલંકી જ નથી. જાણકારોના મતે 10, 20, 30 પૈસાની ભાગીદારીમાં અન્ય કેટલાક લોકો પણ સામેલ છે. આ તમામ લોકોએ ભેગાં મળીને ખુલ્લા પ્લોટમાં કાચું સ્ટ્રક્ચર બનાવ્યું હતું, જેથી સરકારી મંજૂરીનો છેદ જ ઊડી ગયો. સમયાંતરે પાકું બાંધકામ કર્યું અને ભલભલાને આંજી નાખે એવો ગેમ ઝોન તૈયાર થઈ ગયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ