Rajkot Gaming Zone Fire/ ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

રાજકોટમાં અગ્નિકાંડની ઝાળે સમગ્ર રાજકોટને દઝાડ્યું છે. ગુજરાતના એક પછી એક શહેરો પરથી ઘાત જાણે જતી જ નથી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની આગે ફરી પાછા ગુજરાતમાં લાગતી આગથી થતી મોતો પર સવાલ ઊભો કર્યો છે.

Gujarat Top Stories Ahmedabad Trending Breaking News
Beginners guide to 83 1 ગુજરાત છે 'જ્વલનશીલ', પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

અમદાવાદઃ રાજકોટમાં અગ્નિકાંડની (Rajkot Fire Tragedy) ઝાળે સમગ્ર રાજકોટને દઝાડ્યું છે. ગુજરાતના એક પછી એક શહેરો પરથી ઘાત જાણે જતી જ નથી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની આગે ફરી પાછા ગુજરાતમાં લાગતી આગથી થતી મોતો પર સવાલ ઊભો કર્યો છે.

હવે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી લાગતી આગના જો સાંભળશો તો ચોંકી જવાશે. એનસીઆરબી (NCRB)ના આંકડા મુજબ ગુજરાતમાં લાગતી આગના લીધે છેલ્લા પાંચ વર્ષમાં 3,176ના મોત થયા છે. કોઈને પણ આ આંકડો સાંભળી આશ્ચર્ય થાય, પરંતુ ગુજરાતમાં આગથી થતી મોતના આ આંકડાએ સલામતીના માપદંડો સામે મોટો સવાલ ઊભો કર્યો છે. ગુજરાતમાં ગેમિંગ ઝોન, ફન વર્લ્ડ, ઇન્ડોર સ્પોર્ટ્સ સહિતની ફેસિલિટીઓ તો ઊભી કરી દેવાય છે, પરંતુ ત્યાં આવનારા લોકો માટે સલામતીના કેટલા ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે તે મોટો સવાલ છે.

આગથી થતાં મોતોમાં સૌથી વધુ મોતો હોય તો તે ઔદ્યોગિક અકસ્માતોના લીધે થતાં મોતો છે. ગુજરાતમાં સૌથી વધારે મોતો મોટાભાગે ઔદ્યોગિક અકસ્માતોથી થાય છે. તેના પછીના મોત રહેણાક વિસ્તારોમાં લાગતી થાય છે. હવે ત્રીજી કેટેગરી આ પ્રકારના ગેમિંગ ઝોન, મનોરંજક સ્થળો અને ફન ઝોન ખાતે થતાં અકસ્માતોની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 99 રૂપિયામાં મોતની ‘એન્ટ્રી’, જીવનની ‘એક્ઝિટ’

આ પણ વાંચો: અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ

આ પણ વાંચો: રાજકોટ દુર્ઘટના બાદ વિવિધ શહેરોમાં ફાયરબ્રિગેડ એક્શનમાં