Rajkot Fire Tragedy/ રાજકોટ દુર્ઘટના બાદ વિવિધ શહેરોમાં ફાયરબ્રિગેડ એક્શનમાં

મોટાભાગની હોટેલ , રેસ્ટોરન્ટ અને અન્ય ઠેકાણે ફાયર સેફિટીના સાધનોનો અભાવ

Gujarat Rajkot
Beginners guide to 2024 05 26T192738.113 રાજકોટ દુર્ઘટના બાદ વિવિધ શહેરોમાં ફાયરબ્રિગેડ એક્શનમાં

Rajkot News : રાજકોટની દુર્ઘટના બાદ વડોદરામાં પણ સેફ્ટીનો અભાવ હોવાનું આવ્યું બહાર શોપિંગ ફેસ્ટિવલમાં ફાયર સેફટી જ નહીં, કેટલીક જગ્યાએ એન્ટ્રી-એક્ઝીટનો એક જ રસ્તો
રાજકોટની દુર્ઘટના બાદ વડોદરામાં રાતોરાત 9 જેટલા ગેમ ઝોન બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપાયો છે., ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર એન્ડ ઇમરજન્સી સેવાના અધિકારીઓ-કર્મચારીઓ સાથે ફાયર સેફ્ટી રિ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ટેમ્પરરી હોટેલો, ફનઝોન તથા ઘરેલુ સામાનની દુકાનોમાં સેફિટીના પુરતા સાધોનનો અભાવ જોવા મળ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ ગેમઝોનની ઘટના બાદ વડોદરામાં 9 ગેમઝોન બંધ કરવામાં આવ્યા છે. તેમછતા હોટલ, રેસ્ટોરન્ટ, ટેમ્પરરી ઉભી કરાયેલી ઘરવખરીની દુકાનો, વાંસના દંડા વડે તૈયાર કરાયેલા ટેમ્પરરી રસના કોલા અને કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પર એકમાત્ર ઇન અને આઉટ ગેટ જોવા મળ્યો હતો. તે સિવાય ફરસાણની નામાંકિત રેસ્ટોરન્ટમાં પણ આવવા જવા માટે એક જ રસ્તો જોવા મળ્યો હતો. અંદર સેન્ટ્રલ એસ.સી હતું પરંતુ ફાયર સેફટી કે ફાયર એલાર્મ જેવું કાઈ જ જોવા મળ્યું ન હતું. જેને પગલે તંત્રએ બેરોકટોક પરમિશન આપી સેફ્ટી અંગે ચકાસણી વગર આ રીતે ચાલતા આવા ધંધાદારી સામે કાર્યવાહી થવી જોઈએ કારણકે મોટા ભાગના લોકો આવી રેસ્ટોરન્ટ, હોટલ, ઘરવખરીની દુકાનો, રેસ્ટોરન્ટ અને શેરડીના કોલામાં વધુ જવાનું પસંદ કરતાં હોય છે.
સુત્રોના જણાવ્યા મુજબ એક્સપ્રેસ વે પર આવેલા અને નામાંકિત ફરસાણની મુખ્ય જગ્યાની બાજુમાં જ શેડની આલીશાન રેસ્ટોરન્ટ ચાલતી હતી. બાજુમાં પતરાનું ખુબ મોટું પાર્કિંગ બનાવેલું છે. જોકે ક્યાંય ફાયર સેફટી કે કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. સાથે આ આલીશાન રેસ્ટોરન્ટમાં આવવા જવા માટે એક જ દરવાજો હતો અને ફાયર સેફ્ટીના સાધનો પણ દેખાતા ન હતા.
તે સિવાય શહેરના ન્યુ VIP રોડ પર ઠેર ઠેર ટેમ્પરરી ઉભા કરાયેલા કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, ગરમીથી બચવા માટે શેરડીના રાસના કોલા આવેલા છે. જો તેમાં આગ લાગે તો તે લાકડાનું હોવાથી જાનહાની થવાની શક્યતા જણાતી હતી.કાણકે અહીં ફાયર સેફ્ટીના કોઈ સાધન ન હોવાનું સુત્રોનું કહેવું છે..

અહીંના એક ગેમ ઝોન અને શોપિંગ ફેસ્ટિવલનો મોટો ડોમ  રાજકોટની ઘટના બાદ બંધ કરાવ્યો હોવાનું કહેવાય છે. જોકે કેટલીક જગ્યાએ ફાયર સેફટીના સાધનો નજરે પડ્યા હતા.
તંત્ર માત્ર ગેમ ઝોન જ નહી પરંતુ આવા ટેમ્પરરી ઉભા થયેલા રેસ્ટોરન્ટ સહિતના વિવિધ સ્પોટ ચકાસશે તો ઘણી ખામીઓ બહાર આવે તેમ જણાઈ રહ્યું છે.
વડોદરા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઇ શહેરના સેવાસી વિસ્તારમાં આવેલા એડવેન્ચર પાર્કમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. ફાયરની પાણીની લાઈન બંધ હોવાથી તાત્કાલિક ફાયરની પાણીની લાઈન બદલવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની ચર્ચા છે.
ફાયર સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટની ઘટના બાદ તાત્કાલિક ધોરણે ફાયર NOC 9 જેટલા ગેમઝોનમાં અમે રિ-ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 9માંથી 8 ગેમ ઝોનમાં ફાયરના સાધનો અને સેફટી અમને જણાઈ હતી. જ્યારે સેવાસી એડવેન્ચર પાર્કમાં સેફટી ન જણાતા તેને સીલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો

આ પણ વાંચો: ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી મંજુરી મુદ્દે પોલીસ કમિશનર થોથવાયા

આ પણ વાંચો: ગેમિંગ ઝોનમાં આગની ભયાનકતાનું કારણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ