Surat/ રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.સુરતમાં મહાનગરપાલિકાની ઇમરજન્સી બેઠક શનિવારે સાંજે યોજાઇ હતી.

Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 26T143003.269 રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.સુરતમાં મહાનગરપાલિકાની ઇમરજન્સી બેઠક શનિવારે સાંજે યોજાઇ હતી. બેઠકમાં નક્કી કરાયું હતું કે સુરતમાં રજિસ્ટર્ડ તમામ ગેમ ઝોનની તપાસ કરવામાં આવશે. ત્યારે સુરતના અનેકો ગેમ ઝોનમાં ઇલેક્ટ્રીક સાધનો અને છત પર થર્મોકોલની સીટ દ્વારા કવર કરાયું હોવાનું જોવા મળ્યું હતું, અને NOC વગર જ ધમધમી રહેલાં 6 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા

સુરતમાં ગતરોજ પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટરે અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવીને પોલીસ, પાલિકા, કલેક્ટર, ડીજીવીસીએલ, ફાયરના 10 અધિકારીઓની ટીમ બનાવી છે, જે આજે સાંજ સુધીમાં શહેરના ગેમ ઝોનો બાબતે ઓડિટ-ડિટેઈલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આપશે. ગંભીર બાબત એ છે કે, તંત્રના નાક નીચે એક વર્ષથી વધુ સમયથી NOC વગર જ ધમધમી રહેલાં 6 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. વેસુ વિસ્તારમાં આવેલા રીબાઉન્સ ગેમઝોન ખાતે તપાસ કરવામાં આવી હતી. ટીમ દ્વારા તેમની રીતે અલગ-અલગ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી હતી.

દરમિયાન ત્યાં મૂકવામાં આવેલા ફાયર ઇન્સ્ટીગ્યુશન આજની એટલે કે, 26 મે, 2024ની તારીખ હોવાનું સામે આવ્યું હતું. જેથી રાતો રાત જ ફાયરના સાધનો મૂકવામાં આવ્યા હોય તેવું સામે આવ્યું છે. હાલ તો ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ આખો ગેમ ઝોન એક પતરાના શેડમાં બનાવવામાં આવ્યો છે. બ્રાઉન ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ બે ફ્લોર પર અલગ-અલગ ગેમ્સ રાખવામાં આવી છે..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આજે પણ રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો: ગુજરાત યુનિ.માં આ વખતે પ્રવેશ વખતે થશે ધાંધિયા, વિદ્યાર્થીઓ હેરાનગતિની તૈયારી રાખે

આ પણ વાંચો: ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જુન સુધી લંબાવાઈ