Not Set/ ટેકાના ભાવે મગફળી ખરીદીની શક્યતા નહિવત,હિંમતનગર માર્કેટયાર્ડમાં ફકત બે ખેડૂત આવ્યા

સાબરકાંઠા, સાબરકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શક્યતા નહીવત્ત છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા ફકત બે ખેડૂત આવ્યા હતાં. ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા કોઈ વેપારી આવ્યા ન હતાં. ટેકાના ભાવે મગફળીની ખરીદી આજે શરૂઆત કરવાની હતી, એક દિવસના 35 ખેડૂત પાસેથી મગફળી ખરીદી કરવામાં આવશે. કેવી રીતે મગફળીની ખરીદી કરવામાં આવશે. આ વર્ષે […]

Top Stories Gujarat Others
mantavya 1 124 ટેકાના ભાવે મગફળી ખરીદીની શક્યતા નહિવત,હિંમતનગર માર્કેટયાર્ડમાં ફકત બે ખેડૂત આવ્યા

સાબરકાંઠા,

સાબરકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શક્યતા નહીવત્ત છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા ફકત બે ખેડૂત આવ્યા હતાં.

ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા કોઈ વેપારી આવ્યા ન હતાં. ટેકાના ભાવે મગફળીની ખરીદી આજે શરૂઆત કરવાની હતી, એક દિવસના 35 ખેડૂત પાસેથી મગફળી ખરીદી કરવામાં આવશે.

કેવી રીતે મગફળીની ખરીદી કરવામાં આવશે.

આ વર્ષે ભરતીનું માપ 30 કિલોગ્રામ રાખવામાં આવ્યું છે. એટલે કે એક ગુણીમાં 30 કિલોગ્રામ મગફળીની ભરતી કરવામાં આવશે. ખરીદી પહેલા ખેડૂતોની મગફળીના ત્રણ-ત્રણ સેમ્પલ લેવામાં આવશે. સેમ્પલ ચેક કર્યા બાદ જ મગફળીની ખરીદી કરવામાં આવશે.
મગફળીમાં જો બે ટકા સુધી કચરો હશે તો માલ સ્વીકારવામાં આવશે, તેનાથી વધારે કચરો હશે તો માલ સ્વીકારવામાં નહીં આવે. ખરીદ કેન્દ્ર પર એક ખેડૂત પાસેથી 2500 કિલોગ્રામ (125 મણ) મગફળીની ખરીદી કરવામાં આવશે.

એટલે કે એક ખેડૂત પાસેથી 2500 કિલોગ્રામ મગફળીની જ ટેકાના ભાવે ખરીદી કરી શકાશે, તેનાથી વધારે મગફળી ખેડૂતે બજાર ભાવ કે અન્ય કોઈ રીતે વેચવી પડશે. સૌથી અગત્યની વાત કે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમની મગફળી જ ટેકાના ભાવે ખરીદવામાં આવશે.