દિલ્હી/ આર્યન ખાન જેલમાં હતો ત્યારે રાહુલ ગાંધીએ શાહરૂખને લખ્યો હતો પત્ર, કહ્યું – દેશ તમારી….

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 3 ઓક્ટોબરના રોજ ક્રૂઝ પર ડ્રગ્સના સંબંધમાં દરોડા દરમિયાન અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી.

Top Stories India
રાહુલ

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જોકે, હાલ આર્યન ખાન જામીન પર જેલની બહાર છે. પરંતુ, હવે જાણવા મળ્યું છે કે જ્યારે આર્યન ખાન જેલમાં હતો, તે દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અભિનેતા શાહરૂખ ખાનને એક પત્ર લખ્યો હતો અને તેને પ્રોત્સાહન આપ્યું હતું કે દેશ તમારી સાથે છે. સૂત્રોને ટાંકીને આ માહિતી મળી છે. સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ આ પત્ર 14 ઓક્ટોબરે લખ્યો હતો.

આ પણ વાંચો :એકસાથે મળ્યા 25 ઝિકા વાઇરસના દર્દીઓ, સંક્રમિતનો આંક પહોંચ્યો …

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 3 ઓક્ટોબરના રોજ ક્રૂઝ પર ડ્રગ્સના સંબંધમાં દરોડા દરમિયાન અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી. આ પછી આર્યન 8 ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં બંધ હતો. આર્યન 30 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર નીકળતાની સાથે જ તે ત્યાં પહેલેથી પાર્ક કરેલી કારમાં બેસીને લગભગ 11.30 વાગ્યે પોતાના ઘરે પહોંચ્યો હતો.

આ પણ વાંચો :રાજ્યની જેલોમાં રહેલા આ કેદીઓને દિવાળીના તહેવારોમાં 15 દિવસની પેરોલ મુક્તિ મળશે

આ પહેલા બોમ્બે હાઈકોર્ટે 28 ઓક્ટોબરે આર્યન ખાનને જામીન આપ્યા હતા. હાઈકોર્ટે તેના આદેશનો મુખ્ય ભાગ ઉપલબ્ધ કરાવ્યો હતો, જેમાં આર્યન ખાન અને કેસના સહ-આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા પર 14 શરતો લાદવામાં આવી છે. ત્રણેયને એક-એક લાખ રૂપિયાની જામીન પર અને એટલી જ રકમની બે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :દિલ્હી પોલીસ દ્વારા ડ્રગ રેકેટનો પર્દાફાશ! 18 કરોડના હેરોઈન સાથે બેની ધરપકડ

આ પણ વાંચો :વિશ્વને કોરોના મહામારીની મુસિબત આપનાર ચીન પોતે સંકટમાં, અહી થઇ શકે છે Lockdown

આ પણ વાંચો :ટીમ ઈન્ડિયાની સતત બે હાર બાદ હવે ધોનીની ભૂમિકા પર પણ ઉઠ્યા સવાલ