પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાંથી 29 જેટલા મોડેલ ગામડા પસંદ કરાયા છે. ખુશીની વાત એ છે કે સૌથી મોખરે એટલે કે પ્રથમ નંબર પર છે ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું કેશોદ ગામ. શું છે આ કેશોદ ગામમાં સુવિધાઓ. કેવી છે ગામની સ્થિતિ. કેવી કેવી વ્યવ્સ્થાઓ ઉભી કરાઇ છે આ ગામડામાં. આવુ છે ગુજરાતનું નંબર-1 ગામ “કેશોદ”
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું કેશોદ ગામ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી ઉઠ્યું છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા સમગ્ર દેશમાંથી 29 જેટલા મોડેલ ગામો પસંદ કરાયા હતા. જેમાંથી કેશોદ ગામ પ્રથમ નંબર પર છે. કેશોદ ગામની વાત કરીએ તે ગામમાં તમામ પ્રાથમિક સુવિધાથી ઉપલબ્ધ છે. ખુલ્લામાં શૌચક્રિયામાંથી મુક્ત કરવા લોકો આગળ આવ્યા અને ગામમાં સો ટકા શૌચાલયનો લક્ષ્યાંક પૂર્ણ કરી ઘરે ઘરે શૌચાલય બનાવવામાં આવ્યા. ગામના તમામ રસ્તાઓ સીસીરોડ છે અને બન્ને બાજુ હરિયાળી ક્રાંતિ ઉભી કરવા વૃક્ષોનું વાવેતર કરાયું છે. તો પશુઓ માટે પણ સુવિધા ઉપલબ્ધ કરતા ગામમાં અત્યંત આધુનિક ગૌશાળાનું નિર્માણ કરાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.