કોલેજનું ભણતર પણ મોંઘુ/ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં કર્યો વધારો,જાણો વિધાર્થીઓએ કેટલી ફી ચૂકવવી પડશે

નવા શૈક્ષણિક વર્ષ 2022-23થી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા સેલ્ફ ફાયનાન્સ કોર્સોની ટયૂશન ફીમાં 10% નો વધારો કરવામાં આવ્યો છે

Top Stories Gujarat Education
2 25 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં કર્યો વધારો,જાણો વિધાર્થીઓએ કેટલી ફી ચૂકવવી પડશે

હાલ દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે,પ્રતિદિન ભાવ વધારાના સમાચાર સામે આવી રહ્યા છે, જેના લીધે ગરીબ અને મધ્યમવર્ગને ઘણું સહન કરવું પડે છે. હવે ગુજરાતમાં પણ શિક્ષણ  મોંઘુ થવા જઇ રહ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે નવા શૈક્ષણિક વર્ષ 2022-23થી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા સેલ્ફ ફાયનાન્સ કોર્સોની ટયૂશન ફીમાં 10% નો વધારો કરવામાં આવ્યો છે.  બી.એ., બી.કોમ. જેવો સામાન્ય સ્નાતકનો કોર્સ કરવો હશે તો પણ વિદ્યાર્થીને 4500 સુધીનો વધુ ખર્ચ કરવો પડશે. 70 હજાર વિદ્યાર્થીઓના માથે રૂ. 30 કરોડનો બોજો પડશે.

બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને તેમની પાછલા વર્ષમાં ભરેલ ટયૂશન ફી મુજબ જ ટયૂશન ફી ભરવાની રહેશે. જે બાબતો બ્રોશરમાં લખવાની રહેશે. અહીં વાત એવી છે કે, યુનિવર્સિટીમાં 19 ડિપાર્ટમેન્ટમાં 62 પ્રોફેસરોની ઘટ છે. એ જ રીતે 250 ખાનગી કોલેજોમાં 104 પ્રિન્સિપાલની સાથે 300 પ્રોફેસરોની ઘટ છે.

યુનિવર્સિટીમાં બીએસસી, બી.કોમ, બી.એ, બીસીએ, બીબીએના હાલ 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. આવનારા વર્ષથી નવો પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ 6 સેમેસ્ટર ભણવા માટે 47 હજારથી લઈ 92 હજારની ફી ભરશે. અંદાજ મુજબ આ વિદ્યાર્થીઓ ત્રણ વર્ષમાં ગ્રેજ્યુએટ થવા માટે હાલની ફીની સરખામણીમાં રૂ. 30 કરોડની ફી વધુ ચૂકવશે.