ગુજરાત/ દહેગામનાં જવાહર માર્કેટમાં ચોરો ત્રાટક્યા, લાખોનાં માલ-સામાનની કરી ચોરી

દહેગામનાં પોશ ગણાતા અને અતિ ધનાઢ્ય દુકાનો ધરાવતા જવાહર માર્કેટની અંદર આવેલી મહાદેવ ટ્રેડર્સ નામની જથ્થાબંધ કરિયાણાની દુકાનમાં ચોરો ત્રાટક્યા હતા.

Gujarat Others
1 299 દહેગામનાં જવાહર માર્કેટમાં ચોરો ત્રાટક્યા, લાખોનાં માલ-સામાનની કરી ચોરી

@અમૃત દેસાઈ, દહેગામ – મંતવ્ય ન્યૂઝ

ગાંધીનગર જીલ્લાનાં દહેગામનાં પોશ ગણાતા અને અતિ ધનાઢ્ય દુકાનો ધરાવતા જવાહર માર્કેટની અંદર આવેલી મહાદેવ ટ્રેડર્સ નામની જથ્થાબંધ કરિયાણાની દુકાનમાં ચોરો ત્રાટક્યા હતા. નવાઈની વાત એ છે કે ચોરો આખી ટ્રક ભરીને માલસામાન ચોરી ગયા ગયા હતા. આ મામલે દહેગામ પોલીસે ગુનો નોધી ચોરને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે. ત્રણ લાખથી વધુનો માલ સામાન ચોરાયો હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

1 300 દહેગામનાં જવાહર માર્કેટમાં ચોરો ત્રાટક્યા, લાખોનાં માલ-સામાનની કરી ચોરી

આ પણ વાંચો – ફ્લોરિડા / SpaceX એ રચ્યો ઈતિહાસ, અવકાશની યાત્રા કરી પરત ફર્યા 4 સામાન્ય નાગરિક, Video

દહેગામમાં દિન-પ્રતિદિન ચોરીની ઘટનાઓ વધી રહી છે, તો બીજી તરફ પોલીસ પ્રશાસન સામે સવાલો ઉભા થયા છે, ગત રોજ શનિવાર ગત રોજ શનિવારે સાંજે દહેગામ શહેરમાં આવેલા જવાહર માર્કેટની અંદર ચોરો ત્રાટકયા હતા. જેમાં મહાદેવ ટ્રેડર્સ નામની જથ્થાબંધ કરિયાણાની દુકાનને નિશાન બનાવી ચોરો આખી ટ્રક ભરીને લાખોનો માલ સામાન ઉઠાવી ગયા હતા. તો બીજી તરફ ચોરીની ચોરીની જાણ થતા કુબેરનગરમાં રહેતા મહાદેવ ટ્રેડર્સના માલિક નારાયણ ભાઈ તેમજ લોકુમલ ભાઈ દહેગામ દોડી આવ્યા હતા. તેમણા જણાવ્યા મુજબ, દહેગામ શહેરમાં જવાહર માર્કેટની અંદર મહાદેવ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન ધરાવે છે. જેમાં તેલ ,દાળ અને જીવન જરૂરિયાતની તમામ પરચુરણ ચીજવસ્તુઓ હોલસેલ ના ભાવે વેચાતા હોય છે. ત્યારે રાત્રીના સમયે ચોરો દુકાનમાંથી લાખોનો માલ સામાન ચોરી કરીને ફરાર થઈ છે.

1 301 દહેગામનાં જવાહર માર્કેટમાં ચોરો ત્રાટક્યા, લાખોનાં માલ-સામાનની કરી ચોરી

આ પણ વાંચો – Political / પંજાબ કોંગ્રેસમાં નવો વળાંક, અંબિકા સોનીએ પંજાબનાં CM બનવાની ઓફરનો કર્યો અસ્વીકાર

વરસાદની મોસમ વચ્ચે શનિવારના રાત્રે તકનો લાભ લઈ ચોરો આઇસર લઈ ને આવ્યા હતા. દુકાનના તળા તોડી, 100 જેટલા તિરુપતી તેલના ડબ્બા સહિત, 25 કિલોની તુવેરની દાળના 50 કટ્ટા તેમજ 20 કિલોની મગની દાળ પાંત્રીસ કટ્ટા, 18 કિલોનાં ચા નાં બે થેલા અને બીજું પરચુરણ સહિત આશરે ત્રણ લાખથી વધુનો માલ આઇસરમાં ભરી પાલયમ થઈ ગયા હતા. તો બીજી તરફ ચોરીની ઘટનાની જાણ થતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે આ મામલે પોલીસે આજુબાજુનાં સીસીટીવી ફૂટેજને આધારે ચોરને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.