ગુજરાત/ સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર કર્યુ ફાયરિંગ

ફાયરિંગના બનાવની ગંભીરતા લેતા સુરેન્દ્રનગર પોલીસ વડા અને ડીવાયએસપી લખતર પોલીસ સ્ટેશન ખાતે ધસી આવ્યા.

Top Stories Gujarat Others
ફાયરિંગ
  • સુરેન્દ્રનગર:પોલીસ અને આરોપીનું સામસામે ફાયરિંગ
  • લખતરના ઇંગરોળી ગામે ફાયરીંગનો બનાવ
  • LCB પોલીસ અને આરોપીનું સામસામે ફાયરિંગ
  • ગુજસીટોકના આરોપીઓ કર્યું હતું પોલીસ પર ફાયરિંગ
  • પોલીસે વળતા જવાબમાં કર્યું ફાયરિંગ

@ધર્મેન્દ્રસિંહ ઝાલા

Surendranagar News: લખતર તાલુકાના ઇંગરોળી ગામે ગુજસીટોકના આરોપી અને પકડવા ગયેલ એલસીબી અને પોલીસ પર ગુજસીટોકના આરોપી દ્વારા છરી અને છરા વળી બંદૂક થી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેના સામે જવાબ દેતા બજાણા પીએસઆઇ રામદેવસિંહ ઝાલા દ્વારા એક રાઉન્ડ સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આરોપીને પકડવા માટે ઝપાઝપીમાં બજાણા પીએસઆઇ ઝાલાને પગના ભાગે લાકડીનો વાગતા ઇજા પહોંચી હતી અને ઇજા પહોંચેલા ઝાલાની ચેકઅપ માટે લખતર સરકારી હોસ્પિટલ લઈ જવાય હતા.

જેમાં વધુ ચેકઅપ માટે સુરેન્દ્રનગર જવાનું કહેતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે તપાસ કરાવી હતી આ ઘટનાની જાણ સુરેન્દ્રનગર પોલીસ વડા ગિરીશ પંડ્યાને અને ડિવાઇએસપી એચ.પી દોશીને જાણ થતા લખતર પોલીસ ખાતે દોડી આવ્યા હતા અને તમામ ઘટનાની જાણકારી મેળવી હતી.આરોપીને લખતર લોકઅપમાં રાખવામાં આવ્યા હતા જેમાં એક આરોપીને માથાના ભાગે બીજા પહોંચતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.

ગુજસીટકોકના પેરોલ ઝમ્પ કરી આરોપીઓ નાસતા ફરતા હતા. એલસીબી પોલીસ ટીમ બજાણા PSI સહિતની ટીમ આરોપીઓની ધરપકડ માટે પહોંચી હતી. જ્યાં બંન્ને આરોપીઓને કોર્ડન કરી લેતા આરોપીઓએ ફાયરીંગ કર્યું હતું. આ સાથે ફાયરિંગ કરી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓના આ હુમલામાં PSI આર.એચ.ઝાલા ઇજાગ્રસ્ત થયા હતા. જોકે પોલીસે આરોપી ઇસમોને દબોચી જેલ હવાલે કર્યા હતા. આ તરફ ઇજાગ્રસ્ત PSIને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

બનાવની ગંભીરતાને લઇને જિલ્લા પોલીસ વડા ડો.ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા પોલીસ વડા એચ.પી.દોશી, એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળ્યા હોય તેમ ગુનેગારો અને પોલીસ વચ્ચે અવાર નવાર ઘર્ષણ થાય છે. ખંડણી, હત્યા, લુંટ જેવા ગંભીર અપરાધો સતત વધી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર કર્યુ ફાયરિંગ


આ પણ વાંચો:ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને HCનો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

આ પણ વાંચો:AAP પછી BAPનો જલવો… ત્રણ મહિના પહેલા બનેલી પાર્ટીએ જીતનું રણશિંગુ ફૂંક્યું

આ પણ વાંચો:મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કૌભાંડ, સરકારને ખોટા ડેટા આપ્યાનો ખુલાસો