Surat News: સુરતના કાપોદ્રાના શ્રમ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને પાડોશમાં યાદવ બનીને રહેતો વિધર્મી પરિણીત યુવક જયપુર ભગાડી ગયો હતો. સગીરાની માતાએ ફરિયાદ આપતા પોલીસે આરોપી વિધર્મી યુવકની ધરપકડ કરી પોક્સો, અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં સગીરાના અપહરણની ઘટના સામે આવી છે..પરિણીત વિધર્મી યુવક એક ૧૭ વર્ષની સગીરાને લલચાવી જયપુર લઇ જવાની ઘટના સામે આવી છે. મળતી વિગત મુજબ કાપોદ્રાના શ્રમ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને પાડોશમાં યાદવ બનીને રહેતો વિધર્મી પરિણીત યુવક જયપુર ભગાડી ગયો હતો. સગીરાની માતાએ ફરિયાદ આપતા પોલીસે સમીર ખાનની ધરપકડ કરી પોક્સો, અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસે નરાધમને છટકું ગોઠવીને સુરત સ્ટેશન પર બોલાવી ઝડપી પાડ્યો હતો.
આરોપીનું નામ કારિયા ઉર્ફે સમીરખાન ઉર્ફે ટીક્કન અલીછે અને તેને 5 વર્ષનો દીકરો પણ છે. તેની પત્ની વતનમાં રહે છે અને પોતે કાપોદ્રામાં સગીરાના ઘરની નજીક ભાડાની રૂમમાં રેહતો હતો.આરોપી એમ્બોઇડરીના કારખાનામાં મજૂરી કામ કરે છે. 20મીએ સગીરા હીરાના કારખાના પર બાકી નીકળતો પગાર લેવાનું કહી ઘરેથી નીકળી હતી.
મોડી સાંજ સુધી પરત ન થતા પરિવારજનોએ કોલ કર્યો હતો તો ફોન બંધ હતો. બાદમાં પરિવારે કારખાનામાં તપાસ કરાવી તો તેણીએ નોકરી છોડી દીધી હોવાની વાત જાણવા મળી હતી. આ ઉપરાંત તે દિવસે કોઈ પગાર પણ અપાયો ન હતો. જેથી પરિવારે તેની બહેનપણીઓ અને સગાંસંબંધીઓને ત્યાં શોધખોળ કરી છતાં ભાળ ન મળતાં આખરે સગીરાની માતાએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં બંને જયપુર હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આરોપીને વિશ્વાસમાં લઈ સગીરાને ટ્રેનમાં સુરત સ્ટેશન પર મુકવા બોલાવ્યો હતો અને દબોચી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવક 9 દિવસ સુધી સગીરાને લઈ જયપુરમાં રોકાયો હતો. સગીરાના પિતાએ જણાવ્યું કે, આરોપી અમારા ઘર પાસે એક ખોલીમાં હિંદુ કારીગરો સાથે રહેતો હતો અને પોતે યાદવ હોવાનું જણાવતો હતો હાલ પોલીસે સમગ્ર મામલે સગીરાને મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
@દિવ્યેશ પરમાર
આ પણ વાંચોઃ
આ પણ વાંચો:સુરતમાં અનોખા લગ્ન, રક્તદાન કેમ્પ અને રાષ્ટ્રગીત ગાઈને વરઘોડિયા લગ્નના બંધને બંધાયા
આ પણ વાંચો:પાલનપુરમાં સરકારી નર્સિંગ કોલેજની 10 વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર
આ પણ વાંચો:સિદ્ધપુરના કાત્યોક મેળામાં દુર્ઘટના, બાળકો સહિત ત્રણને ગંભીર ઈજા
આ પણ વાંચો:ચિગાર નામક જંતુ કરડવાથી થતો જીવલેણ રોગનો પહેલો કેસ સુરતમાં નોંધાયો, જાણો શું છે લક્ષણો