Not Set/ જામનગર/ એમબીબીએસની વિદ્યાર્થીનીનું ડેન્ગ્યુથી મોત

ચાલુ વર્ષે અનરાધાર વરસેલા વરસાદે ગુજરાતમાં રોગચાળાને છૂપું આમંત્રણ આપ્યું છે. ચાલુ વર્ષે ગુજરાતના દરેક જીલ્લામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માઝા મૂકી છે. તેમાંય સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુ અને અન્ય પાણીજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જામનગરમાં અત્યાર સુધી ડેન્ગ્યુ ને કારણે 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. અને હજુ પણ આ અંકોનો ગ્રાફ ઊંચે […]

Gujarat Others
dengyu જામનગર/ એમબીબીએસની વિદ્યાર્થીનીનું ડેન્ગ્યુથી મોત

ચાલુ વર્ષે અનરાધાર વરસેલા વરસાદે ગુજરાતમાં રોગચાળાને છૂપું આમંત્રણ આપ્યું છે. ચાલુ વર્ષે ગુજરાતના દરેક જીલ્લામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માઝા મૂકી છે. તેમાંય સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુ અને અન્ય પાણીજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.

જામનગરમાં અત્યાર સુધી ડેન્ગ્યુ ને કારણે 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. અને હજુ પણ આ અંકોનો ગ્રાફ ઊંચે જઇ રહ્યો હોય તેવું લાગી રહયુ છે. જામનગરની મેડિકલ કોલેજના વિધ્યાર્થી પણ આ  ડેન્ગ્યૂની ચપેટ માથી બાકાત નથી મેડિકલ કોલેજ ની હોસ્ટેલ ના વિધ્યાર્થી પણ ડેંગ્યુની ચપેટ માં આવી ચૂક્યા છે.

જામનગર શહેરની એમ.પી. શાહ મેડિકલ કૉલેજમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીનું ડેન્ગ્યૂના લીધે મોત થયું છે. તબીબી વિદ્યાર્થિનીને થોડા દિવસો પૂર્વે તાવ આવ્યો હતો.  ત્યારબાદ તે પોતાના વતન પાટણમાં જતી રહી હતી. દરમિયાન તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી હતી.  જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

અમરેલીમાં પણ  માસુમનું મોત

તો અમરેલીના બગસરા ખાતે  8 વર્ષની માસૂમ બાળકીનું મોત થયાનું સામે આવ્યું છે. બગસરના વોર્ડ નં. 7 વિસ્તારમાં રહેતી એકતા નામની બાળકીનું મોત નીપજયું છે. બગસરામાં છેલ્લા 4 દિવસમાં બે બાળકોના મોત થયા છે. હજુ પણ બગસરા માં મચ્છરજન્ય રોગચાળાનો કહેર યથાવત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.