Not Set/ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા છ વિદ્યાર્થી ઝડપાયા

અમદાવાદ: રાજ્યમાં 31 ડિસેમ્બર નજીક આવતા દારૂની મહેફિલોનું પ્રમાણ વધી ગયું છે ત્યારે આ સંજોગોમાં અમદાવાદ શહેરના ગુરુકુળ વિસ્તારમાંથી પોલીસે છ  વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે. વસ્ત્રાપુર પોલીસે ગુરૂકુલ વિસ્તારમાં આવેલા નીલમણી એપાર્ટમેન્ટના ફ્લેટમાં મહેફિલ જામી હતી. જ્યાંથી પોલીસે 6 વિદ્યાર્થીને ઝડપ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વસ્ત્રાપુર પોલીસને ગુરુવારે મોડી રાત્રે […]

Top Stories Ahmedabad Gujarat Trending
Six students arrested for Liquor Party in Gurukul area of Ahmedabad

અમદાવાદ: રાજ્યમાં 31 ડિસેમ્બર નજીક આવતા દારૂની મહેફિલોનું પ્રમાણ વધી ગયું છે ત્યારે આ સંજોગોમાં અમદાવાદ શહેરના ગુરુકુળ વિસ્તારમાંથી પોલીસે છ  વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે. વસ્ત્રાપુર પોલીસે ગુરૂકુલ વિસ્તારમાં આવેલા નીલમણી એપાર્ટમેન્ટના ફ્લેટમાં મહેફિલ જામી હતી. જ્યાંથી પોલીસે 6 વિદ્યાર્થીને ઝડપ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વસ્ત્રાપુર પોલીસને ગુરુવારે મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ એવા પ્રકારની બાતમી મળી હતી કે, ગુરુકુળ વિસ્તારમાં આવેલ નીલમણી એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં કેટલાક છોકરાઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ ફ્લેટમાં ગીર સોમનાથ અને જૂનાગઢના કેટલાક યુવકો પેઈંગ ગેસ્ટ (PG) તરીકે રહે છે. આ યુવકોએ દારૂની મહેફિલ માણીને નશામાં ધૂત થઈને ધમાલ મચાવતા હતા. આથી એપાર્ટમેન્ટના રહેવાસીઓ વસ્તાપુર પોલીસને જાણ કરીને બોલાવી હતી.

વસ્ત્રાપુર પોલીસે ઘટનાસ્થળ પર આવીને ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન આ સ્થળે કેટલાક વિદ્યાર્થીઓ નવા વર્ષને લઈને પાર્ટી કરવા માટે એકઠા થયા હતા. પોલીસે તપાસ કરતા આ વિદ્યાર્થીઓ પાસેથી બે બોટલ વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે આ મામલામાં છ વિદ્યાર્થીઓ સામે  પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા તમામ વિદ્યાર્થીઓની ઉંમર 18થી 22 વર્ષ છે. પોલીસને દરોડા દરમિયાન બે બોટલ દારૂ પણ મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન આ વિદેશિ દારૂની બોટલ પરમિટ વગરની હોવાનું માલુમ પડ્યું હતું.

આ મહેફિલ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જીતુ ઠકરાર નામના એક યુવકે નીલમણી એપાર્ટમેન્ટ ખાતે ભાડાના ફ્લેટમાં આ પાર્ટીનું આયોજન કર્યું હતું. મહેફિલ માણતા પકડાયેલા છ યુવકો પૈકી એક યુવક જૂનાગઢનો અને પાંચ યુવક ગીર સોમનાથના છે.

વિદેશમાં રહેતા દિનેશ બલદાણીયાના મકાનમાં આ પાર્ટી યોજવામાં આવી હતી.  આ ફ્લેટમાં રહેતા જીતુએ પોતાના મિત્રોને બોલાવી પાર્ટી કરી હતી. જોકે, રાત્રે નશામાં ચૂર થઈને ચીચીયારીઓ પાડતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.