Not Set/ અમદાવાદ/ ભાજપના વધુ એક કોર્પોરેટરને થયો કોરોના, SVP હોસ્પિટલમાં કરાયા એડમિટ

અમદાવાદમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ પણ આ જીવલેણ વાયરસની ચપેટમાં આવી ચુક્યા છે. હવે ભાજપના વધુ એક કોર્પોરેટરને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. ખાડિયાના ભાજપના કોર્પોરેટર મયુર દવેને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોના થતાં એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મયૂર […]

Ahmedabad Gujarat
0c429807bd6ee373369487033cfa07c8 1 અમદાવાદ/ ભાજપના વધુ એક કોર્પોરેટરને થયો કોરોના, SVP હોસ્પિટલમાં કરાયા એડમિટ
0c429807bd6ee373369487033cfa07c8 1 અમદાવાદ/ ભાજપના વધુ એક કોર્પોરેટરને થયો કોરોના, SVP હોસ્પિટલમાં કરાયા એડમિટ

અમદાવાદમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ પણ આ જીવલેણ વાયરસની ચપેટમાં આવી ચુક્યા છે. હવે ભાજપના વધુ એક કોર્પોરેટરને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.

ખાડિયાના ભાજપના કોર્પોરેટર મયુર દવેને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોના થતાં એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મયૂર દવે વેપારી મંડળના કોરોના ટેસ્ટ કરાવતા સંક્રમિત થયા હોવાની શક્યતા છે.

આપને જણાવી દઈએ કે શહેરમાં  ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3628 એક્ટિવ કેસ હતા, જ્યારે 20153 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અમદાવાદમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 1568 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.