મહુવા/ આ બંદર પર સિગ્નલનો છે અભાવ, માછીમારોને પડી રહી છે ભારે હાલાકી

જયારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામા આવે છે ત્યારે માછીમારો ને જાણ કરવા માટે સિગ્નલ ટાવર ઉપર સિગ્નલ એક નંબર બે નંબર કે 3 નંબરનુ સિગ્નલ મૂકવામાં આવે છે.

Top Stories Gujarat Others
intp 3 1 આ બંદર પર સિગ્નલનો છે અભાવ, માછીમારોને પડી રહી છે ભારે હાલાકી

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે. દરિયા કિનારે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જો કે ભાવનગરના મહુવા બંદર પર સિગ્નલનો ટાવર ન હોવાથી માછીમારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે માછીમારોને જાણ કરવા માટે સિગ્નલ ટાવર પર જુદા જુદા નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

જો કે મહુવા બંદર પર ત્રણ વર્ષ કરતા વધુ સમયથી સિગ્નલ ટાવર ધરાશાયી થઈ ગયો છે અને હજુ સુધી સિગ્નલ ટાવર ઊભો કરવામાં નથી આવ્યો. જેને લઈને માછીમારોને મુશ્કેલી પડી રહી છે. મહત્વનું છે કે એક સમયે મહુવા બંદર ધમધમતું હતું. અને 100 કરતા વધુ વહાણો બંદર પર જોવા મળતા હતા. પરંતુ અત્યારે બંદરની હાલત જર્જરીત થઈ ગઈ છે. આ અંગે મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરી તો તેમણે પણ આ અંગે કશું કહેવાનું ટાળ્યું હતું.

intp 3 2 આ બંદર પર સિગ્નલનો છે અભાવ, માછીમારોને પડી રહી છે ભારે હાલાકી

અતયારે મહુવા બંદર ખખડધજ હાલતમાં જોવા મળે છે. એક સમય દરમિયાન મોટામોટા માલના ગોડાઉન પણ હાલમાં ખખડધજ હાલતમાં જોવા મળે છે. જયારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામા આવે છે તયારે માછીમારો ને જાણ કરવા માટે સિગ્નલ ટાવર ઉપર સિગ્નલ એક નંબર બે નંબર કે 3 નંબરનુ સિગ્નલ મૂકવામાં આવે છે. જો કે મહુવા બંદર પર સિગ્નલ ટાવર છેલ્લા 3 વર્ષ કરતા પણ વધારે સમય થી ધારસાઈ થયેલા છે. હજુ સુધી આ સિગ્નલ ટાવર ઊભો કરવા માટે કોઈ પણ પ્રકાર ની કામગીરી હાથ ધરાઈ નથી.

આફતનું માવઠું / ઈંટના ભટ્ઠા માલિકોને કરોડોનું નુકસાન : સરકાર સહાય ચૂકવે એવી માંગ

જામનગર / ગુજરાતના આ જીલ્લામાં મળી આવ્યો ઓમિક્રોન શંકાસ્પદ કેસ

Curfew / સંઘપ્રદેશમાં ઓમિકરોનની દહેશત, રાત્રિ કરફ્યુ અમલી