Gujarat-Atmosphere/ ગુજરાતમાં મૌસમઃ હીટવેવ, વાવાઝોડું અને વરસાદ

ગુજરાતમાં વિચિત્ર વાતાવરણ થયું છે. રાજ્યમાં ક્યાંક ક્યાંક હીટવેવ તો ક્યાંક-ક્યાંક વાવાઝોડું તો ક્યાંક વરસાદની આગાહી છે. રાજ્યમાં વાવાઝોડાંની સાથે સામાન્ય વરસાદની સંભાવના છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

અમદાવાદઃ ગુજરાતમાં વિચિત્ર વાતાવરણ થયું છે. રાજ્યમાં ક્યાંક ક્યાંક હીટવેવ તો ક્યાંક-ક્યાંક વાવાઝોડું તો ક્યાંક વરસાદની આગાહી છે. રાજ્યમાં વાવાઝોડાંની સાથે સામાન્ય વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી છે.

બીજી બાજુએ વલસાડ, સુરત, પોરબંદર, ભાવનગર અને કચ્છમાં પણ હીટવેવની આગાહી છે. તેની સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા પવન ફૂંકાશે. ગઈકાલે સુરત ગ્રામ્યના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. માંગરોળનું હવામાન પણ બદલાયું હતું. લવેટ, ભડકુવા સહિત અનેક ગામોમાં વરસાદ થયો હતો. વહેલી સવારથી જ વરસાદી માહૌલ જામ્યો હતો. વીજલીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદી વાતાવરણને લઈને ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. ગઇકાલે રાત્રે માંડવીમાં વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત વરસાડમાં સતત ત્રણ દિવસથી માવઠું પડતા ખેડૂતોના ચહેરા પર ચિંતા જોવા મળી રહી છે. માવઠાના લીધે આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડી છે. ધરમપુર અને કપરાડામાં કેરીઓને મોટું નુકસાન થયું છે પવનની સાથે કમોસમી વરસાદના લીધે કેરીઓ ખરી પડી છે. હજુ પણ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી છે.

આ ઉપરાંત અમદાવાદ, આણંદ અને ખેડામાં વરસાદની આગાહી છે. ત્રણેય શહેરમાં આજે મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. ગઇકાલે રાજ્યના 11 તાલુકામાં વરસાદી વાતાવરણ રહ્યુ હતુ. સુરેન્દ્રનેગરના મૂળીમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કચ્છના નખત્રાણામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી મહિલા પર લાગ્યો કરોડો રૂ.ની છેતરપિંડીનો કેસ, પૂછતાછમાં ખુલી શકે છે અનેક…

આ પણ વાંચો: ગુજરાતના કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ

આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન

આ પણ વાંચો: અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન, વેકેશન દરમિયાન કરશે 20 ટ્રીપ, જાણો ટાઈમ ટેબલ