Jamnagar News/ જામનગરમાં બે યુવાનોને બાઇક સ્ટન્ટ મોંઘા પડ્યા, ગંભીર ઇજા થઈ

રાજકોટ ધોરી માર્ગ પર બેડી વિસ્તારના બે યુવાનોને બાઈક રેસિંગનો સ્ટંટ કરવો ભારે પડ્યો છે. મોટીબાણુગાર ગામના પાટીયા પાસે બાઈક ડિવાઇડર સાથે ટકરાઈ જતાં બંને યુવાનો ગંભીર સ્વરૂપે ઘાયલ થયા છે અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Gujarat Others

@સાગર સંઘાણી

જામનગરઃ રાજકોટ ધોરી માર્ગ પર બેડી વિસ્તારના બે યુવાનોને બાઈક રેસિંગનો સ્ટંટ કરવો ભારે પડ્યો છે. મોટીબાણુગાર ગામના પાટીયા પાસે બાઈક ડિવાઇડર સાથે ટકરાઈ જતાં બંને યુવાનો ગંભીર સ્વરૂપે ઘાયલ થયા છે અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અલ્તાફ કાસમભાઈ સફાયા (ઉંમર વર્ષ ૨૦) તેમજ અજીમ જાફરભાઈ સફાયા ઉમર વર્ષ ૨૨) કે જેઓ બંને ગઈકાલે જામનગર થી રાજકોટ રોડ પર પોતાનું જીજે 10 ડી. કયુ. ૨૮૦૬ નંબરનું બાઇક લઈને જઈ રહ્યા હતા, અને તેઓ બાઈક પર રેસિંગ કરીને સ્ટંટ કરી રહ્યા હતા. બંનેનું બાઇક મોટીબાણુંગાર ગામના પાટીયા પાસે મોડી રાત્રે ડિવાઇડર સાથે ધડાકા ભેર અથડાઈ પડ્યું હતું.

બંને યુવાનોને માથામાં ગંભીર ઈજા થવાથી લોહીલુહાણ થતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને હાલ આઇ.સી.યુ. વિભાગમાં સારવાર હેઠળ છે, જેમાં અજીમ ની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આજે પણ રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો: ગુજરાત યુનિ.માં આ વખતે પ્રવેશ વખતે થશે ધાંધિયા, વિદ્યાર્થીઓ હેરાનગતિની તૈયારી રાખે

આ પણ વાંચો: ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જુન સુધી લંબાવાઈ

આ પણ વાંચો: ધોમધખતા તાપની અસર બ્લડ બેન્કો પર પણ વર્તાઈ, લોહીનો પુરવઠો ‘સૂકાયો’