Rajkot News/ ખેડૂતોની મુસીબતોનો અંત નથી, માવઠું, વાવાઝોડું અને હવે નકલી બિયારણ

ખેડૂતોની મુસીબતોનો જાણે અંત જ નથી. ચાલુ વર્ષે દર મહિને માવઠાએ ખેડૂતોને હેરાન કર્યા છે. આટલું ઓછું હોય તેમ હવે વાવાઝોડું ત્રાટકવાનું છે. આટલી મુસીબતોથી જાણે ઓછી પડતી હોય હવે ખેડૂતોને નકલી બિયારણ પધરાવી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Gujarat Rajkot Breaking News

રાજકોટઃ ખેડૂતોની મુસીબતોનો જાણે અંત જ નથી. ચાલુ વર્ષે દર મહિને માવઠાએ ખેડૂતોને હેરાન કર્યા છે. આટલું ઓછું હોય તેમ હવે વાવાઝોડું ત્રાટકવાનું છે. આટલી મુસીબતોથી જાણે ઓછી પડતી હોય હવે ખેડૂતોને નકલી બિયારણ પધરાવી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

રાજકોટ ગ્રામીણ એસઓજીએ 400થી વધુ બોરી નકલી બિયારણનો જથ્થો ઝડપ્યો છે. આમ સૌરાષ્ટ્રમાં વાવણીની સીઝન પહેલા નકલી બિયારણના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી ફરિયાદમાં નકલી બિયારણના કેસમાં ભૂમિક ભાલિયા નામની વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. તેની પાસેથી 405 નંગ બિયારણની કોથલી પકડવામાં આવી છે, તેમા રૂ. 2.83 લાખ થાય છે. પૂછપરછ દરમિયાન બિયારણનો જથ્થો ઇડર ખાતેથી લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.  આ કૌભાંડનું કનેકશન ઇડરના દામોદર એરિયાના શનયમાં ખૂલ્યું છે. જલિયાન બીજ નામની પેઢીની સંડોવણીનો આ કૌભાંડમાં પર્દાફાશ થયો છે. આ પ્રકારના બિયારણનું ખેડૂતોને વેચવાની મંજૂરી ન હોવા છતાં પણ વેચાણ કરવામાં આવતું હતું.

ખેડૂતોને આ રીતે પધરાવવામાં આવતા નકલી બિયારણને લઈને કેન્દ્ર સરકાર પણ જાગી છે. આ માટે તેણે એક એપ લોન્ચ કરી છે. તેના દ્વારા બિયારસ અસલી છે કે બનાવટી છે તેની ખબર પડી જાય છે. સાથીની મોબાઇલ પણ લોન્ચ કરવામાં આવી છે. બનાવટી બિયારણોની માહિતી માટે સેન્ટ્રલ ઓનલાઇન સિસ્ટમ બનાવવામાં આવી છે. ખેડૂતોને આ એપ્લિકેશન પર બનાવટી બિયારણોની માહિતી મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા, ગુજરાતમાં એલર્ટ

આ પણ વાંચોઃ અમદાવાદ RTOમાં ફરી સર્વર થયું ઠપ

આ પણ વાંચો: અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે