જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વિઘ્નહર્તા ગણપતિદાદાની પાંચ વર્ષથી આ સ્કૂલમાં સ્થાપના કરાય છે.કેશોદ ડી.પી રોડ પર આવેલ પાઠક સ્કૂલમાં ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે વિધ્નહર્તા ગણપતિ બાપાનું સ્વાગત ધામધૂમથી કરવામાં આવ્યું હતું અને શાળાના પ્રાંગણમાં ગણપતિ દાદાની ભારતીય પરંપરા અને શાસ્ત્રોના મંત્રોચાર દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી. ત્યાર બાદ બાળકોએ તથા શાળાના તમામ ગુરુજનો દ્વારા મહાઆરતી કરવામાં આવી અને ગણપતિ દાદાની પ્રિય પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રમાણે ગણપતિ બાપાની જન્મ-જયંતી પર્વની ઉજવણી શાળામાં હર્ષોઉલ્લાસ અને શ્રદ્ધાભેર કરવામાં આવી હતી.

આ પર્વ વિશે શાળાના દરેક બાળકો જાણે અને સમજે તે હેતુથી પાઠક સ્કૂલમાં ગણેશ પર્વની ભવ્ય ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે આ પર્વ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સ્કૂલના તમામ શિક્ષકો અને સંચાલકે પણ હાજરી આપી બાળકો અને વાલીઓના ઉત્સાહમાં વધારો કરેલ હતો.

પાઠક સ્કૂલમાં ‘ગણપતિ બાપ્પા મોર્યા’ શબ્દનો નાદથી શાળાનું પ્રાંગણ ગુંજી ઉઠ્યું જેથી શાળાના પ્રાંગણ એકદમ ભક્તિમય બની ગયું હતું. તેમજ તમામ વાલીઓ અને શિક્ષકો દ્વારા શાળામાં મહા આરતીનું આયોજન અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પર્વ નિમિત્તે સ્કૂલના સંચાલક સમીરભાઈ કણસાગરાએ ગણપતિ દાદાની કેટલીક પૌરાણિક કથાઓ જણાવીને શાળાના તમામ વિધાર્થી વાલીઓ અને શાળા પરિવારના તમામ સભ્યોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: નીતિશ કુમારની પાર્ટીને મોટો ફટકો, જેડીયુના 5 ધારાસભ્યો બીજેપીમાં જોડાયા
આ પણ વાંચો: ઇંગ્લેન્ડના નવા PM કોણ? કાઉન્ટડાઉન શરૂ, ભારતીય મૂળના ઋષિ સુનક માટે કપરા ચઢાણ
આ પણ વાંચો:દેશને આજે મળશે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર IAC વિક્રાંત, જાણો તેના વિશે સંર્પુંણ વિગત
