Narayan sai/ આસારામના પુત્ર નારાયણ સાંઈની પાંચ દિવસની જામીન અરજી મંજૂર

આસારામના પુત્ર અને બળાત્કારના કેસના સહઆરોપી નારાયણ સાંઇની પાંચ દિવસની જામીન અરજી મંજૂર થઈ છે. નારાયણ સાંઈની પાંચ દિવસની કામચલાઉ જામીન અરજી મંજૂર થઈ છે. નારાયણ સાંઈ આ જામીન અરજી મંજૂર થવાના પગલે લાજપોરથી જોધપુર જઈ શકશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: આસારામના પુત્ર અને બળાત્કારના કેસના સહઆરોપી નારાયણ સાંઇની પાંચ દિવસની જામીન અરજી મંજૂર થઈ છે. નારાયણ સાંઈની પાંચ દિવસની કામચલાઉ જામીન અરજી મંજૂર થઈ છે. નારાયણ સાંઈ આ જામીન અરજી મંજૂર થવાના પગલે લાજપોરથી જોધપુર જઈ શકશે.

પાંચ દિવમાં તેમણે જોધપુરથી લાજપોર આવવું પડશે. તેમને પોલીસ જાપ્તા સાથે જ જોધપુર જવાની મંજૂરી આપવામાં આવી છે. આ આવવાજવાનો બધો ખર્ચ નારાયણ સાંઇએ ભોગવવાનો રહેશે. આ પહેલા નારાયણ સાંઇને ગયા વર્ષે 18 ઓક્ટોબરમાં જામીન મળ્યાં હતાં.

આસારામની વૃદ્ધાવસ્થાને જોતાં ગુજરાત હાઇકોર્ટમાં નારાયણ સાંઇએ આસારામની મુલાકાત લેવા અરજી કરી હતી. તેના બગલે બે જજની બેન્ચે તેમની જામીન અરજી મંજૂર કરી હતી. તે સમયે નારાયણ સાંઇએ પિતાને મળવા માટે જામીન માંગ્યા હતા. આ અરજીમાં જણાવાયું હતું કે આસારામ 86 વર્ષના છે અને વૃદ્ધાવસ્થા સંલગ્ન તકલીફોથી પીડાઈ રહ્યા છે. તેઓ જોધપુર જેલમાં બંધ છે. આ પહેલાં જોધપુરમાં એઇમ્સને દાખલ કર્યા હતા. તેમને હાર્ટ એટેક આવી ચૂક્યો છે. તેઓ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરથી પીડિત છે. તેઓ 11 વર્ષથી એકબીજાને મળ્યાં નથી. આ અરજી પર તેમને જામીન આપવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે તે સમયે નારાયણ સાંઇની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કાયદો તથા વ્યવસ્થા પર અસર પડશે તેમ જણાવ્યું હતું. સરકારે દલીલ કરી હતી કે મોટી સંખ્યામાં અનુયાયીઓ હતા. જો તેઓ ભેગા થાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નારાયણ સાંઈને હવાઈ માર્ગે લઈ જવા જણાવ્યું હતું. તેના પર રાજ્ય સરકારે કહ્યું કે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ નારાયણની સાથે રહેશે અને તેનો ખર્ચ પણ અરજદારે ઉઠાવવો પડશે. આ પછી હાઈકોર્ટે નારાયણ સાંઈને 10 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું. કોર્ટે કહ્યું કે આ મીટિંગ માટે પહેલા આ રકમ જમા કરવામાં આવે. ખર્ચ બાદ કરવામાં આવશે અને બાકીની રકમ પરત કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની જેલમાં બંધ નારાયણ સાંઈની અરજી હાઈકોર્ટે ફગાવી, કોમ્પ્યુટર જેવી સુવિધા મામલે કરી હતી માંગ

આ પણ વાંચો:આસારામની હાલત નાજુક છે, કેવી રીતે માનીએ? ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને ન આપ્યા જામીન

આ પણ વાંચો:સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈએ પુસ્તકો લખવા માટે કોમ્પ્યુટર-મોબાઈલ માંગ્યા