ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા આજે GSAT- 6A સેટેલાઈટને સાંજે 4:56 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફાયનાન્સિયલ યરનું આજે અંતિમ લોન્ચિંગ હતું. આ સેટેલાઈટને લોંચ કરવા માટે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV-F08 યાનનું પ્રક્ષેપણ હાથ ધરવામાં આવ્યું હતું.
આ સેટેલાઈટ 10 વર્ષ કામ કરશે. જેને જીયોસિંક્રોન્સ લોન્ચ વ્હીકલથી મોકલવામાં આવશે. જો ઉપગ્રહની ખાસિયતની વાત કરીએ તો ઈસરો દ્વારા જ તૈયાર કરાયું છે. ઈસરોના વડા કે સિવાને સમાચાર સંસ્થાઓને મહિતી આપતા જણાવ્યું હતું કે, GSAT- 6A અગાઉના GSAT- 6A જેવો જ છે. જેને લોન્ચ કરતા નેવિગેશન સેટેલાઈટને અનુસરશે.
#FLASH: ISRO launches GSLV-F08 carrying the GSAT6A communication satellite from AP's Sriharikota. pic.twitter.com/sTmkDyS6Bi
— ANI (@ANI) March 29, 2018
GSLV-F08 યાનએ 49.1 મીટર લાંબુ 415.6 ટન વજનવાળું છે. જેમાં હાઈ થ્રસ્ટ વિકાસ એન્જિનના ઇન્ડકશન માટે વધુ સજ્જતાન અવકાશ છે જે ઇલેક્ટ્રો હાઇડ્રોલિક એક્યુએશન બદલે ઇલેક્ટ્રોમિકેનિક એક્યુશન સીસ્ટમ ધરાવે છે. આ સેટેલાઈટને 319 વોટ પાવર આપે છે.
સાંજે શ્રી હરિકોટાથી લોન્ચ કરાનારા આ સેટેલાઈટથી ભારતને સંદેશાવ્યવહાર ક્ષેત્રે આની ખાસ કરીને મોબાઇલ કોમ્યુનિકેશન મલ્ટી બીમ કવરેજની સુવિધા મળશે. આ મોબાઈલની 4-જી સર્વિસ માટે ઉપયોગમાં લેવાય છે. આ હવામાનની જાણકારી આપતું રડાર, શિપ રડા કોમ્યુનિકેશન સેટેલાઈટમાં પણ ઉપયોગમાં લેવાય છે…
