Not Set/ સરહદ પારથી કચ્છમાં ફરી આવી ઉડતી આફત “તીડ”, લાચાર ખેડૂતોમાં ચિંતાનું મોજૂ…

  કચ્છમાં તીડના ઝુંડનો આતંક જેમનો તેમ જોવામાં આવી રહ્યો છે. કચ્છનાં પાટનગર ભુજનાં પાવરપટ્ટી વિસ્તારોમાં તીડ ત્રાટકયા હોવાની વિગતો સામે આવી રહી છે. જીલ્લાનાં સુમરાસર ઉત્તરવાડી વિસ્તાર, લોરીયામાં તીડનાં ઝુંડ ઉતર્યા હોવાનાં કારણે અને તીડ હમેશા મુજબ લાખોની સંખ્યામાં ત્રાટકતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવામાં આવી રહી છે. હાલ વાવણી લાયક વરસાદ થઇ ગયો હોવાનાં કારણે તીડ ખેતરના ઉભા અને ઉછરી […]

Gujarat Others
 

કચ્છમાં તીડના ઝુંડનો આતંક જેમનો તેમ જોવામાં આવી રહ્યો છે. કચ્છનાં પાટનગર ભુજનાં પાવરપટ્ટી વિસ્તારોમાં તીડ ત્રાટકયા હોવાની વિગતો સામે આવી રહી છે. જીલ્લાનાં સુમરાસર ઉત્તરવાડી વિસ્તાર, લોરીયામાં તીડનાં ઝુંડ ઉતર્યા હોવાનાં કારણે અને તીડ હમેશા મુજબ લાખોની સંખ્યામાં ત્રાટકતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવામાં આવી રહી છે. હાલ વાવણી લાયક વરસાદ થઇ ગયો હોવાનાં કારણે તીડ ખેતરના ઉભા અને ઉછરી રહેલા મોલ બરબાદ કરી ખેડૂતો માટે પાયમાલી મચાવી રહ્યા છે. ફરી એક વખત પાકિસ્તાનનાં સરહદી વિસ્તારમાંથી તીડ ગુજરાતમાં ત્રાટક્યા હોય તંત્ર પણ આ મામલે સાબદુ જોવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews