Ahmedabad News: દેશમાંથી ગલ્ફ દેશોમાં જતા માલસામાન પર શીપીંગ કંપનીઓ દ્વારા વધારાના ચાર્જ વસૂલવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા (Prithviraj Kathwadia)એ આરોપ લગાવ્યો છે કે શીપીંગ કંપનીઓ કટોકટીની પરિસ્થિતિનો લાભ લઈને એક્સપોર્ટરો પાસેથી ભારે ચાર્જ વસૂલ કરી રહી છે.
વોર રિસ્ક સરચાર્જ લાગુ: Prithviraj Kathwadia
પાર્થિવરાજ કઠવાડિયા (Prithviraj Kathwadia)ના જણાવ્યા મુજબ શિપિંગ કંપનીઓએ અચાનક વોર રિસ્ક સરચાર્જ લાગુ કરી દીધો છે. જેના કારણે ભારતમાંથી ગલ્ફ દેશોમાં માલ મોકલતા એક્સપોર્ટરો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે.
કન્ટેનર પર વધારાનો ચાર્જ
આ સરચાર્જ અંતર્ગત 20 ફૂટના કન્ટેનર પર 2 હજાર ડોલર,40 ફૂટના કન્ટેનર પર 4 હજાર ડોલર, વસૂલવામાં આવી રહ્યા છે. આ વધારાના ચાર્જના કારણે વેપારીઓ પર મોટો આર્થિક બોજ પડી રહ્યો છે.
હજારો કન્ટેનર પર અસર
પાર્થિવરાજ કઠવાડિયા (Prithviraj Kathwadia)ના જણાવ્યા મુજબ લગભગ 12 હજાર કન્ટેનર અને 40થી વધુ જહાજો પર આ ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે એક્સપોર્ટરોને લાખો ડોલરનો વધારાનો ખર્ચ સહન કરવો પડી શકે છે.
જહાજોના રૂટમાં ફેરફાર
આક્ષેપ કરવામાં આવ્યો છે કે SM માહી નામનું જહાજ, જેમાં 2677 કન્ટેનર દુબઈ જવાના હતા, તેને જેદ્દા ખાતે ઉતારી દેવામાં આવ્યા. ઉપરાંત ઝોન્ગુ નામના જહાજ પર તો દેશમાંથી નીકળ્યા પહેલાં જ વધારાનો ચાર્જ લગાવવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે.
એક્સપોર્ટરો પર બેવડો માર
પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું કે આ વધારાના ચાર્જના કારણે ભારતીય એક્સપોર્ટરો પર બેવડો આર્થિક બોજ આવી રહ્યો છે. લોકો માટે સરળતા ઉભી કરવાની જગ્યાએ શીપીંગ કંપનીઓ વેપારીઓને વધુ મુશ્કેલીમાં મૂકી રહી છે.
સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ
કોંગ્રેસ પ્રવક્તાએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે કટોકટીની પરિસ્થિતિમાં શીપીંગ કંપનીઓ પર નિયંત્રણ લાવવામાં આવે. આ મુદ્દે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરીને તેને સંસદમાં પણ ઉઠાવવામાં આવશે તેવી માહિતી આપી છે.
આ પણ વાંચો:રાજકોટમાં ‘હું નાથુરામ ગોડ્સે’ નાટક સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
આ પણ વાંચો:આરોગ્ય વિભાગે ડાયાલિસિસ સેન્ટરો પોતાના મળતિયા સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનને ફાળવી દીધાઃ કોંગ્રેસ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનના ન્યૂઝને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યુ ટ્વીટ
