Ahmedabad News/ આરોગ્ય વિભાગે ડાયાલિસિસ સેન્ટરો પોતાના મળતિયા સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનને ફાળવી દીધાઃ કોંગ્રેસ

સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનના માલિક કોણ ? કોને સરકારી લાભ અપાવવા માંગે છે?-ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા

Gujarat Ahmedabad

Ahmedabad News: રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ Gujarat Pradesh Congress)ના પ્રવક્તા ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડીયા (Dr. Kathavadia)એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા સુનિયોજિત રીતે મળતિયાઓ ને સાચવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ઉત્તર ગુજરાતના બે જિલ્લાના ૧૪ ડાયાલિસિસ સેન્ટર ખાનગી સંસ્થાને બારોબાર સોંપી દેવાયા છે. આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકારે કોઈ પણ પ્રક્રિયા વિના, વગર કોઈ ટેન્ડરે, માત્ર ઠરાવ કરીને ભિલોડા, મેઘરજ, બાયડ, માલપુર, મોડાસા, શામળાજી, ધનસુરા, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, વિજયનગર, પોશીના, તલોદ અને વડાલીના ડાયાલિસિસ સેન્ટર પોતાના મળતિયા સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનને ફાળવી દીધા. ગુજરાતની જનતાના પૈસે બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતા ડાયાલિસિસ સેન્ટરને સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનને કેમ સોંપી દેવાયા છે? ગુજરાત સરકાર સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશન એટલી મહેરબાન છે કે સંસ્થાને ડાયાલિસિસ મશીન, આર.ઓ. પ્લાન્ટ, ફર્નિચર, મેડિકલ સાધનો સહિત વ્યવસ્થા કરી આપશે. રાજ્ય સરકાર પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસીસ પ્રોગ્રામ હેઠળ પ્રતિ ડાયાલિસિસ ૧૬૫૦ રૂપિયા ખાનગી સંસ્થાને ચુકવશે. સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશન હેઠળ સોંપાયેલા ડાયાલિસિસ સેન્ટર (Dialysis Centers)માં માસિક પાંચ હજાર થી વધુ ડાયાલિસિસ થાય છે ત્યારે વાર્ષિક રૂ. ૯,૯૦,૦૦,૦૦૦ જેટલી માતબર રકમ સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનના ખાતામાં જાય છે. જનતાની મહેનતના પૈસે ખાનગી સંસ્થાને કરોડો રૂપિયાની કમાણી કેમ? ત્યારે રાજ્ય સરકાર મહેરબાન થઈ વીજળી પાણી ની મફત વ્યવસ્થા ખાનગી સંસ્થાને આપશે. સરકારી હોસ્પિટલમાં ફરજ નિભાવતા ડોક્ટરોને ડાયાલિસિસ સેન્ટર પર રાઉન્ડ લેવાની ફરજ પાડવામાં આવશે.

• આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકારે કોઈ પણ પ્રક્રિયા વિના, વગર કોઈ ટેન્ડરે, માત્ર ઠરાવ કરીને બે જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લીના ભિલોડા, મેઘરજ, બાયડ, માલપુર, મોડાસા, શામળાજી, ધનસુરા, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, વિજયનગર, પોશીના, તલોદ અને વડાલીના ડાયાલિસિસ સેન્ટર પોતાના મળતિયા સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનને ફાળવી દીધાઃ ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા

• મફત સરકારી બિલ્ડિંગનો વપરાશ, ૪.૨૦ કરોડ થી વધુનું ડાયાલિસિસ મશીન સહિતનું મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી સંસ્થાને મફત વાપરવા માટે અપાયા છેઃ ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા

• સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનના માલિક કોણ ? કોને સરકારી લાભ અપાવવા માંગે છે? સરકાર ઠરાવમાં સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશન પૂરું એડ્રેસ લખતા નથી માત્ર નવરંગપુરા અમદાવાદ લખે છે, કેમ એડ્રેસ છુપાવવામાં આવી રહ્યું છે? ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા

સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશન અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ૧૪ ડાયાલિસિસ સેન્ટરમાં માત્ર ડાયાલિસિસ ટેકનીશીયન આપીને ડાયાલિસિસ સેન્ટરને ચલાવશે. મફત સરકારી બિલ્ડિંગના વપરાશ, ૪.૨૦ કરોડ થી વધુનું ડાયાલિસિસ મશીન સહિતનું મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી સંસ્થાને મફત વાપરવા માટે અપાયા છે. સિમબાયોસીસ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા સરકારી ખર્ચે ખરીદાયેલા ડાયાલિસિસ મશીનો મફતમાં વાપરીને કરોડોની કમાણી કરશે. કોણ છે સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશનના માલિક કોણ ? કોને સરકારી લાભ અપાવવા માંગે છે? સરકાર ઠરાવમાં સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશન પૂરું એડ્રેસ લખતા નથી માત્ર નવરંગપુરા અમદાવાદ લખે છે, કેમ એડ્રેસ છુપાવવામાં આવી રહ્યું છે? શું ભાજપ સરકાર, રાજ્યની આરોગ્ય વ્યવસ્થા સાચવી શકે તેમ નથી? કેમ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખાનગીકરણ થઈ રહ્યું છે? સરકારનો આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યું છે તેનું સ્પષ્ટ ઉદાહરણ ડાયાલિસિસ સેન્ટરના ખાનગીકરણથી પુરવાર થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  અમદાવાદ: ગુજરાત સરકારના GDP પ્રોગ્રામમાં ગોલમાલ

આ પણ વાંચોઃ અમરેલીમાં હાઈવે બ્રિજની ખરાબ હાલત, હિંડોરણા બ્રિજના સળીયા બહાર આવતા અકસ્માતનો ભય!

આ પણ વાંચોઃ અમેરિકનોને અમદાવાદમાં બેસીને છેતરનારા અમદાવાદીની પોલીસે કરી ધરપકડ