Ahmedabad News: અમદાવાદ શહેરની ઝોન 6 એલસીબી (LCB)એ અમદાવાદમાં ઘરમાં બેસીને અમેરિકન નાગરિકોને છેતરનાર એક શખ્સને પકડી પાડ્યો છે. પોલીસે રૂ. 31 લાખ રોકડ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે…પોલીસ કસ્ટડીમાં લેવાયેલ વ્યક્તિનું નામ સલમાન સલીમ જીવાણી ઉર્ફે રાજા છે.
અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ની ઝોન 6 એલસીબીએ નકલી કોલ સેન્ટરના કેસમાં મણિનગરની ખોજા સોસાયટીના મકાન નંબર 18માંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી સલમાન સલીમ જીવાણી ઉર્ફે રાજાએ છેલ્લા એક મહિનાથી પોતાના જ ઘરમાં નકલી કોલ સેન્ટર શરૂ કર્યું હતું. જેમાં તે ઈન્ટરનેટ દ્વારા કોલ કરીને અમેરિકન નાગરિકોની માહિતી લઈને અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવતો હતો જે અંગેની માહિતી ઝોન 6 એલસીબીની ટીમના ધ્યાને આવતાં નકલી કોલ સેન્ટર ઝડપાઈ જતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરોડા દરમિયાન, પોલીસને નકલી કોલ સેન્ટર (Fraud Call Center) માં વપરાતા સાધનો મળી આવ્યા હતા, જેમાં ભારતીય ચલણમાં રૂ. 31 લાખની રોકડ, 2 લેપટોપ, 3 મોબાઈલ, એક હાર્ડ ડિસ્ક, યુએસબી કન્વર્ટર, યુએસ નાગરિકોના નામ અને ફોન નંબરનો સમાવેશ થાય છે. 32 લાખ 49 હજાર સહિતની કુલ સંપત્તિ જપ્ત કરી તપાસ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોલ સેન્ટર મૂળ મુંબઈથી સંચાલિત હતું અને આ આરોપી સલમાન સલીમ જીવાણી ઉર્ફે રાજા સાથે અન્ય બે આરોપીઓ પણ સંડોવાયેલા છે. તેમાંથી એક છે સિદ્ધાર્થ દીપક નરસિદાની. હવાલાના પૈસા લેવા અને વહેંચવામાં કોણ સામેલ હતું અને આની જવાબદારી આરોપી તુષાર પર છે જે મૂળ પશ્ચિમ બંગાળનો છે. તે મુંબઈમાં પણ આવું જ કોલ સેન્ટર ચલાવતો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર પોલીસે વધુ એક નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો, વાશીના એક Mallમાંથી થતું હતું સંચલાન
આ પણ વાંચો: ભારતના ભેજાબાજોએ યુએસ નાગરિકોને $10 અબજથી વધુ રકમનો ચૂનો લગાવ્યો
આ પણ વાંચો: હરીપર ગામમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા અમદાવાદના 4 શખ્સોની ધરપકડ
