મહારાષ્ટ્રના નકલી સેન્ટરનો પર્દાફાશ થયો છે. મુંબઈના વાશી વિસ્તારના એક મોલમાંથી આ નકલી કોલ સેન્ટરનું સંચાલન થતું હતું. કોલ સેન્ટર દ્વારા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે. મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં નકલી કોલ સેન્ટરની સંખ્યા ઝડપથી વધી રહી છે. ટેકનોલોજીનો વિકાસ થતા લોકો છેતરપિંડી માટે જુદી-જુદી તકનીક અપનાવવા લાગ્યા છે. છેલ્લા કેટલાક સમયથી જ્યાં લોકો પોતાની જરૂરિયાતની વસ્તુ માટે ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે આ પ્રકારના લોકોને ટ્રેસ કરી કોલ સેન્ટર દ્વારા તેમને વિવિધ રીતે લાલચ આપવામાં આવે છે. જેના બાદ ગ્રાહક સાથે ઓનલાઈન પેમેન્ટ ડિલિવરી અથવા તો કોઈ ગિફ્ટ આપવાના લાભ આપતા છેતરપિંડી આચરવામાં આવે છે.
મુંબઈના વાશી વિસ્તારમાં ચાલતા નકલી સેન્ટર પર પોલીસે કાર્યવાહી કરી. થાણે પોલીસે કોલ સેન્ટરના માલિક અને મેનેજર સહિત 23 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જ્યાં તપાસમાં સામે આવ્યું કે મોલમાંથી સંચાલિત કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. આ કોલ સેન્ટરના કર્મચારીઓ અમેરિકન કંપનીઓના સમક્ષ પ્રતિષ્ઠિત કંપનીના પ્રતિનિધિ તરીકેની રજૂઆત કરતા અમેરિકી નાગરિકોને ફોન કરતા. નકલી કોલ સેન્ટર દ્વારા અમેરિકી નાગરિકોનો સંપર્ક કરવા VCdial/Nextiva સોફ્ટવેર દ્વારા આઉટબાઉન્ડનો ઉપયોગ કરાતો. અમેરિકનોને કોલ કરી વાયગ્રા અને સિઆલિસ જેવી સસ્તી શક્તિની દવાઓ ઓફર કરવામાં આવી હતી. જે લોકો તેમની વાત માનતા તેમને ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ ડિલિવરીનું વચન અપાતું. ત્યારબાદ દવાના વેચાણથી મળેલ રકમ થાણેના ખારઘર વિસ્તારમાં આવેલી બેંકમાં ભારતીય કંપનીના નામે ખાતામાં જમા કરાતી હતી.
નકલી કોલ સેન્ટર મામલે થાણે પોલીસના અધિકારીએ જણાવ્યું કે આ કોલ સેન્ટરનો માલિકે મલાડમાં રહેતા એક વ્યક્તિ પાસેથી અમેરિક નાગરિકોના ડેટાની ખરીદી કરી હતી. જેના બાદ સેન્ટરના માલિકે અમેરિકન નાગરિકોની ક્રેડિટ/ડેબિટ કાર્ડની વિગતો મેળવીને છેતરપિંડી કરી. પોલીસને છેલ્લા કેટલાક સમયથી આ મામલે ફરિયાદો મળતા દરોડા પાડી કોલ સેન્ટરના કર્મચારીઓને રંગે હાથ પક્ડયા. પોલીસે નકલી કોલ સેન્ટર પર રેડ પાડવા દરમ્યાન તેમની પાસેથી 3 .97 લાખની કિંમતની હાર્ડ ડિસ્ક અને ઈલેક્ટ્રીકલ સામાન ઉપરાંત અનેક ગેજેટ્સ પણ મળી આવ્યા. પોલીસે આરોપીઓની અટકાયત કરતા તેમના વિરુદ્ધ આઈપીસીની કલમ 419, 420 અને 34 સાથે આઈટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટ હેઠળ કેસ નોંધયા.
અગાઉ વર્ષ 2018માં પણ પુણે પોલીસે એક નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો જેમાં11,000 અમેરિકનો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અને વર્ષ 2022માં પણ પુણે પોલીસે ઈન્સ્ટન્ટ લોન એપ્સ માટે કામ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો પુણેના સાયબર પોલીસ સ્ટેશનને 2020 થી 2022 સુધીમાં 4700 થી વધુ લોકોએ લોન એપ્સ વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેમાં લોકોને લોન ના અપાતા ધમકી આપવામાં આવતી હતી. તેમજ તેમને હેરાન કરવા તેમના મોબાઈલ ફોનમાંથી ફોટો અને કોન્ટેક્ટ વગેરે મહત્વના ડેટાની ચોરી કરી બ્લેકમેલ કરવામાં આવતા. ઉપરાંત લોન લેનારાઓ પાસેથી વ્યાજ અને પ્રોસેસિંગ ફી પણ વસૂલાતી.
આ પણ વાંચો : Pentagon Reports/ ચીને LAC પર સૈનિકોની સંખ્યા વધારી, રસ્તા, એરપોર્ટ અને હેલિપેડ પણ બનાવ્યા!
આ પણ વાંચો : નવરાત્રિની મહાઅષ્ટમી પર ભદ્રકાળી મંદિર પર ભક્તોની ભારે ભીડ, જાણો વિશેષતા