Navratri/ નવરાત્રિની મહાઅષ્ટમી પર ભદ્રકાળી મંદિર પર ભક્તોની ભારે ભીડ, જાણો વિશેષતા

ઇ.સ. 1411માં અહમદશાહે કર્ણાવતી નગરી (અમદાવાદ) બનાવી. એવું માનવામાં આવે છે કે અમદાવાદ શહેરની યશ-કીર્તિ તથા સમૃદ્ધિ મા ભદ્રકાળીના લીધે છે.

Ahmedabad Gujarat Trending
YouTube Thumbnail 45 4 નવરાત્રિની મહાઅષ્ટમી પર ભદ્રકાળી મંદિર પર ભક્તોની ભારે ભીડ, જાણો વિશેષતા

અમદાવાદમાં નવરાત્રિ પર્વમાં આજે મહાઅષ્ટમી પર ભદ્રકાળી મંદિર પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. નવરાત્રિ પર્વ દરમ્યાન શહેરના ત્રણ દરવાજા સ્થિત ભદ્રકાળી મંદિરના દર્શનનું માહાત્મ્ય છે. નવરાત્રિમાં માતા જંગદબાના વિવિધ સ્વરૂપોનું પૂજન કરાય છે. અત્યારે ધાર્મિક તહેવાર નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે. નોરતામાં મહાઅષ્ટમી પર્વ વધુ મહત્વ છે. આ દિવસે અનેક સ્થાનો પર વિશેષ પૂજા અને હવનનું આયોજન થાય છે. મહાષ્ટમી પર ભક્તો માતાના આર્શીવાદ લેવા ઉપવાસ રાખે છે. માતાની પૂજા અર્ચના કરવા ભક્તો ખાસ કરીને આ મંદિરની મુલાકાત લે છે.

Capture નવરાત્રિની મહાઅષ્ટમી પર ભદ્રકાળી મંદિર પર ભક્તોની ભારે ભીડ, જાણો વિશેષતા

મંદિરની વિશેષતા

ભદ્રકાળી મંદિર સૌથી જૂનું મંદિર છે. 800 વર્ષ જૂનું મંદિર સલ્તનતયુગ, મોગલયુગ, મરાઠા યુગ, બ્રિટિશ યુગ જેવા અનેક સત્તાપલટાંનું સાક્ષી રહ્યું છે.  પાટણાના મહારાજા કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી. 80ના દાયકામાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. અને મંદિરના સભાગૃહ/ રંગમંડપમાં ગણેશજી, મહાલક્ષ્મીજી, મહાકાળી, મહાસરસ્વતી, હનુમાનજી, ગાયત્રીદેવીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. જ્યારે 90 ના દશકમાં મંદિરમાં શ્રીયંત્ર, શ્રી વિસાયંત્ર અને સર્વસિદ્ધિ યંત્રોની સ્થાપના કરવામાં આવી. નગરદેવી તરીકે પ્રસિદ્ધ થયેલ ભદ્રકાળી મંદિરમાં સપ્તાહના સાતેય દિવસ માતાજીની જુદી-જુદી સવારી પર બિરાજમાન થાય છે. રવિવારે સિંહની સવારી, સોમવારે નંદીની સવારી પર માતાજી, મંગળવારે મોરની સવારી, બુધવારે માતાજી ઉભા હોય છે, ગુરુવારે કમળ પર સવારી, શુક્રવારે હાથી પર સવાર, શનિવારે માતાજી ઉભાનું સ્વરૂપનું દર્શન કરવામાં આવે છે.

ભદ્રકાલી મંદિરનું સંચાલન બે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. 6 મહિના માટે શ્રી રામ બાલી પ્રાગ તિવારી ટ્રસ્ટ અને બીજા 6 મહિના શ્રી વ્રજલાલ અવસ્થીના પરિવાર દ્વારા સંચાલન કરવામાં આવે છે. સવારના 6 થી રાત્રી 10.30 સુધી મંદિરની મુલાકાત લઈ શકો છો. મંદિરમાં રાજભોગ ધરાવવાની તમારી મનોકામના હોય તો તે સવારે જ ધરાવવામાં આવે છે. ભદ્રકાળી મંદિરમાં સવારે 10.30 કલાકે રાજભોગ ધરાવવામાં આવે છે. અને તમારે આરતી દર્શનનો લાભ લેવો હોય તો સવારે 8.30 કલાકે અને રાત્રે 9 કલાકે દર્શન કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 નવરાત્રિની મહાઅષ્ટમી પર ભદ્રકાળી મંદિર પર ભક્તોની ભારે ભીડ, જાણો વિશેષતા


આ પણ વાંચો : Agniveer/ સિયાચીનમાં અગ્નિવીર જવાન શહીદ, સેનાએ કહ્યું-‘અક્ષયના બલિદાનને સલામ’

આ પણ વાંચો : સુરતના મંદિરમાં વર્ષોથી માત્ર ઢોલના તાલે ગરબા ગાઇમાં જગદંબાની થાય છે આરાધના

આ પણ વાંચો : OMG!/ આ મંદિરને માનવામાં આવે છે શ્રાપિત, અહીં ભગવાનના દર્શન કરવાથી મહિલાઓ થઈ જાય છે વિધવા