stayed/ સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર પોલીસ કાર્યવાહી કરવા સામે હાઇકોર્ટે આપ્યો સ્ટે,જાણો વિગત

ખંડણી અને એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ મામલે મહેુલ બોઘરાએ હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી

Top Stories Gujarat
26 સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર પોલીસ કાર્યવાહી કરવા સામે હાઇકોર્ટે આપ્યો સ્ટે,જાણો વિગત
  • સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલાનો મામલો
  • મેહુલ પર કાર્યવાહી કરવા સામે હાઇકોર્ટનો સ્ટે
  • હાઇકોર્ટે પોલીસ પાસે કાર્યવાહી બાબતે જવાબ માંગ્યો
  • મેહુલ સામે ખંડણી અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે
  • ફરિયાદ રદ્દ કરવા મેહુલે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી
  • હાઇકોર્ટે નોંધ્યું કે, મેહુલ પર થયેલ ફરિયાદ ખોટી છે
  • સરથાણા પોલીસે જવાબ માટે હાજર રહેવું પડશે
  • 13 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ રદ્દ કરવા સુનવણી

સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલા કેસમાં મહેુલ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેની સામે ખંડણી અને એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ મામલે મહેુલ બોઘરાએ હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી આ મામલે હાઇકોર્ટે મહેુલ પર કાર્યવાહી કરવા સામે સ્ટે આપ્યો છે. આ મામલે હાઇકોર્ટે નોંધ્યું છે કે મહેુલ પર જે ફરિયાદ કરવામાં આવી છે તે ખોટી છે. આ મામલે સરથાણા પોલીસને જવાબ આપવા માટે હાજર રહેવું પડશે, આ મામલે વધુ સુનાવણી 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુરતના વકીલ મેહુલ બોઘરા સામે નોધાયેલી FIR મામલે હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. મેહુલ બોઘરાની ધરપકડ કરવા પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. સુરતના યુવા એડવોકેટ મેહુલ બોઘરા સામે સરથાણા પોલીસ મથકમાં ખંડણી અને એટ્રોસિટીની દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં મેહુલ બોઘરાએ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટેની પિટિશન દાખલ કરી હતી.

નોંધનીય છે કે, સરથાણા વિસ્તારમાં ગેરકાયદે રીતે વાહનચાલકો પાસે ઉઘરાણું કરનારા ટીઆરબી જવાનોનું સોશિયલ મીડિયા પર લાઈવ કરનારા સુરતના યુવા એડવોકેટ મેહુલ બોઘરા પર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ એડવોકેટ મેહુલ બોધરા સામે સરથાણા પોલીસ મથકમાં એટ્રોસિટી અને ખંડણીના ગુનાની ફરિયાદ દાખલ થઈ હતી. ત્યાર બાદ મેહુલ બોઘરાએ ગુજરાત હાઈકોર્ટમાં સીઆરપીસી 482 મુજબ ફરિયાદ રદ કરવાની એક પિટિશન દાખલ કરી હતી. હવે આ મામલે હાઈકોર્ટે મેહુલ બોઘરાની ધરપકડ કરવા પર મનાઈ ફરમાવી છે.