સાબરકાંઠા/ ઉનાળામાં પાણીની પરોજણના એંધાણ, ગુહાઈ જળાશયમાં માત્ર સાત ટકા પાણી

હિંમતનગરના કાણીઓલ ગામે આવેલ ગુહાઈ જળાશય યોજનામાં ચાલુ સાલે ચોમાસા દરમિયાન માત્ર 14 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો હતો જેને લઈ હવે પીવાના પાણીની પરોજણ ઉભી થવાના એધાણ છે.

Gujarat Others
ગુહાઈ

હિંમતનગર શહેર અને આસપાસના ગામોને પીવાનું પાણી પૂરું પાડતા ગુહાઈ ડેમમાં નહિવત પાણીના જઢ્ઢો ઉપલબ્ધ છે.માત્ર 30 દિવસ સુધી પીવાનું પાણી આપી શકાય એટલોજ જઢ્ઢો ઉપલબ્ધ છે ત્યારે આગામી સમયમાં પાણીની પરોજણ થવાની શકયતા સેવાઈ રહી છે.ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન જિલ્લાના ડેમોમાં નહિવત પાણીનો જઢ્ઢો સંગ્રહ થવાને લઈ ઉનારામાં પીવાના પાણીની પરોજણ સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે.હિંમતનગરના કાણીઓલ ગામે આવેલ ગુહાઈ જળાશય યોજનામાં ચાલુ સાલે ચોમાસા દરમિયાન માત્ર 14 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો હતો જેને લઈ હવે પીવાના પાણીની પરોજણ ઉભી થવાના એધાણ છે.

ગુહાઈ જળાશય યોજનમાંથી પંપિંગ કરી હિંમતનગર શહેર અને આસપાસના 25 ગામો અને ઇડર તાલુકાના 17 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ હાલમાં ગુહાઈ જળાશયમાં 7 ટકા પાણી નો જઢ્ઢો છે.હાલમાં ગુહાઈ જળાશયમાં 6 લાખ કિલો લીટર પાણીનો જઢ્ઢો ઉપલબ્ધ છે જેની સામે રોજે રોજ પીવા માટે 20 હજાર કિલો લીટર પાણી આપવામાં આવી છે એટલેકે હવે માત્ર 28 થી 30 દિવસ ચાલે એટલુંજ પાણી હોવાને લઇ ચિંતા સતાવી રહી છે તો બીજી તરફ સ્થાનિક તંત્ર દ્વારા જૂન મહિના માટે નર્મદા પાસે 0.6 મિલિયન ક્યુબીક મીટર પાણીના જથ્થાની માગ કરવામાં આવી છે ત્યારે જો પાણી નો જઢ્ઢો નર્મદા વિભાગ દ્વારા પૂરો પાડવામાં નહીં આવે તો પીવાના પાણીની પરોજણ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

  • ઉનારામાં પાણીની પરોજણ સર્જાવાના એંધાણ.
  • ગુજાઈ જળાશયમાં માત્ર સાત ટકા પાણી.
  • 28 થી 30 દિવસ સુધી પીવાનું પાણી મળે એટલોજ જઢ્ઢો ઉપલબ્ધ.
  • રોજે રોજ 20 હજાર કિલો લીટર પાણી પીવા માટે આપવામાં આવે છે.
  • હાલમાં 6 લાખ કિલો લીટર પાણીનો જઢ્ઢો ઉપલબ્ધ.
  • હિંમતનગર તાલુકાના 25 ગામ અને હિંમતનગર શહેરને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે.
  • ઇડર તાલુકાના 17 ગામોને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સરકારના આ પ્રોજેક્ટથી 114 ગામોને મળશે ફાયદો, પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા CM યોગી