una/ પરીવાર સાથે ઝગડો કરી ગાળો ભાંડતા શખ્સની લોખંડના પાઇપ મારી કરાઇ હત્યા

ઊનાના ગુંદાળા ગામે દેવીપુજક યુવક ભુંડી ગાળો બોલતો હોય પાડોસીએ પોતાને ગાળો આપતા હોવાનું સમજીને ઢીમઢાળી દીધું. ઊનાના ગુંદાળા ગામે દેવીપુજક યુવાન કોઇ કામધંધો કરતો ન હોય

Gujarat Others
WhatsApp Image 2021 02 04 at 8.30.35 PM પરીવાર સાથે ઝગડો કરી ગાળો ભાંડતા શખ્સની લોખંડના પાઇપ મારી કરાઇ હત્યા

ઊનાના ગુંદાળા ગામે દેવીપુજક યુવક ભુંડી ગાળો બોલતો હોય પાડોસીએ પોતાને ગાળો આપતા હોવાનું સમજીને ઢીમઢાળી દીધું. ઊનાના ગુંદાળા ગામે દેવીપુજક યુવાન કોઇ કામધંધો કરતો ન હોય અને શ્રમિક પરીવારના સભ્યો મજુરી કામ કરી પૈસા કમાવી લાવતા હોય તે પૈસા વાપરી નાખતા પરીવારના વડીલોએ ઠપકો આપતા ગાળો બોલવા લાગતા આ ગાળો બોલવાની પાડોસમાં રહેતા શખ્સે ના પાડતા બોલાચાલી થતાં દેવીપુજક યુવાનને પાડોસમાં રહેતા બે શખ્સોએ લોખંડનો પાઇપ માથામાં મારી ઢીમઢાળી દેતા પોલીસ ધટના સ્થળે દોડી જઇ હુમલાખોર બન્ને શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે.

 પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળા ગામે રહેતા મનુભાઇ વીરાભાઇ સોલંકી દેવીપુજક ઉ.વ.51 રહે ગુંદાળા વાળાએ પોલીસમાં નોધાવેલ ફરીયાદમાં જણાવેલ કે પોતાના પરીવાર સાથે રહેતા હોય અને તેમની સાથે તેમના સાવકા ભાઇ જેન્તીભાઇ વીરાભાઇ સોલંકી અને તેના દિકરા પણ સાથે રહેતા હોય આ શ્રમિક પરીવાર સાથે મળીને મજુરી કરી ગઇ કાલે રાત્રીના સમયે મજુરીના પૈસા લઇ ધરે આવતા અને આ પૈસા જેન્તીભાઇ વીરાભાઇ સોલંકીના દિકરા સેડો તથા અશોકે પૈસા વાપરી નાખતા અને કોઇ ધંધો કરતા ન હોય તે બાબતે ઠપકો આપી જેમફાવે તેમ ભુંડી ગાળો આપતા હતા. જેથી તેમના પાડોસમાં રહેતા અશરફ ઉમર નાયા રહે.ગુંદાળા તેમજ તેનો સાળો અરમાન હૈદર સંધી રહે. વિજપડી તા.સાંવરકુંડલા આ બન્ને શખ્સો આવેલા અને જેન્તીને કહેવા લાગેલ કે તુ અવાર નવાર જાહેરમાં ભુંડી ગાળો કેમ બોલે છે તેવું કહી ઝપાઝપી કરી અશરફ ઉમરે લોખંડના પાઇપ વડે જેન્તીભાઇ વીરાભાઇ સોલંકી ઉ.વ.27 ને માથાના ભાગે જીવલેણ ધા મારી દેતા રાડારાડ પાડી નીચે પડી ગયેલ અને અરમાનએ અશરફ પાસેથી પાઇપ લઇને જેન્તીભાઇને માથામાં ધા મારી દેતા પરીવારના મનુભાઇ વીરાભાઇ સોલંકી તેમજ તેની પત્નિ કવીતાબેન તેથા પરીવારનો અન્ય સભ્યો આવી જતાં તાત્કાલીક ઇમરજન્સી 108 માં લોહીલોહાણ હાલતમાં ઉના સરકારી હોસ્પીટલે લાવતા જેન્તીનું મોત થયેલ હોવાનું તબીબે જણાવેલ હતું. આ બાબતે તાત્કાલીક ઉના પોલીસ દોડી ગયેલ અને જેન્તીભાઇના સાવકા ભાઇ મનુભાઇ વીરાભાઇની ફરીયાદ નોંધી બન્ને આરોપી અશરફ અને અરમાનની મોડી રાત્રીના ધરપકડ કરી આ બનાવની તાત્કાલીક તપાસ હાથ ધરેલ છે.

ગુંદાળા ગામના મૃતક યુવાન જેન્તીભાઇ સોલંકીને ત્રણ સંતાન હોય અને તેની પત્નિ ધણા સમયથી રીસામણે ચાલી જતાં અને જેન્તીનીં હત્યા થતાં તેના ત્રણ સંતાનોને પોતાના પિતાની હત્યા થયેલ હોય તેની જાણ સવારે થતાં આ સંતાનોએ માતા-પિતાનો છાંયો ગુમાવતા નોંધારા બન્યા છે.

મૃતક યુવાન જેન્તીને બચપનથી તેમના ભાભી કવિતાબેનએ દિકરાની જેમ ઉછરી મોટો કરેલ અને તેના લગ્ન પણ કરાવી આપ્યા બાદ જેન્તીની પત્નિ સંતાનો છોડી ચાલી જતાં જેન્તી અને તેના ત્રણ સંતાનોને ઉછેરી તેનું પાલન પોષણ પણ કવીતાબેન અને તેના પતિ કરતા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…