Political/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદારના ગઢવાળી બેઠક પર દાવેદારી નોંધાવી! જાણો વિગત

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેવામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યારે પૂરજોશમાં દાવેદારી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Top Stories Gujarat
16 5 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદારના ગઢવાળી બેઠક પર દાવેદારી નોંધાવી! જાણો વિગત

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેવામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યારે પૂરજોશમાં દાવેદારી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.અહેવાલ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. તેવામાં અમદાવાદની ઘાટલોડિયા બેઠક માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી એ અંગે વિગતવાર અહેવાલો સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર મીડિયા રિપોર્ટ્સના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાવેદારી નોંધાવી છે. જેમાં તેમના નામનો સર્વાનુમતે પ્રસ્તાવ મુકાયો હતો.  ભૂપેન્દ્ર પટેલ ઘાટોલિયાથી ચૂંટણી લડશે તેવી પ્રબળ સંભાવના છે. નોધનીય છે કે ગુજરાતમાં 2017 વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય વિજય થયો હતો. આ વિસ્તાર પાટીદારોનો ગઢ ગણાય છે. અહીં ઉત્તર ગુજરાતના પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે. તેવામાં અહીંથી 2017માં પ્રથમવાર ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાથી ચૂંટણી લડી હતી. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે 2017માં આ બેઠક પરથી કોંગ્રેસના શશીકાંત પટેલને હરાવી દીધા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સત્તાપક્ષે સત્તાનો સિંહાસન ટકાવી રાખવા માટે કમરકસી છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની બાગડોર હાથમાં લઇ લીધી છે.